સિવિક સેન્ટરોમાં ૧૦ દિવસથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થતાં હાલાકી
અમદાવાદ, AMCના સિવિક સેન્ટરોમાં છેલ્લાં ૧૦ દિવસથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઇ જવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિક સેન્ટરો બંધ હોવાથી શહેરીજનોને જન્મ-મરણના સર્ટિફીકેટ, લગ્નની નોંધણી, ગુમાસ્તા ધારાના સર્ટિફીકેટ, કોમ્યુનિટી હોલ બુકિંગ, વગેરે સેવાઓ ઠપ્પ થથઈ ગઈ છે.
શહેરના તમામ સિવિક સેન્ટરોમાં કામગીરી પુનઃ શરૂ કરવા માટે માગણી કરવામાં આવી છે. સિવિક સેન્ટરોમાં કામગીરી પુનઃ શરૂ કરવા માટે માગણી કરવામાં આવી છે. સિવિક સેન્ટરોના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ નવી કંપનીના આપવા છતાં કોઈ કામગીરી નહીં થવાને કારણે શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે.
એએમસી કમિશનર સમક્ષ લેખિત રજુઆતમાં શહેરના માઈનોરીટી સેલના વર્કીગ ચેરમેને જણાવ્યું છે કે, છેલ્લા ૧૦ દિવસથી કોઈ કામગીરી કરાતી નથી જાેકે સિવિક સેન્ટરોને નિભાવવા માટે અને કાર્ય કરવા માટે મ્યુનિ.દ્વારા તમામ સિવિક સેન્ટરોનું સંચાલન એક કંપની કરતી હતી.
પરંતુ છેલ્લા ૧૦ દિવસથી એએમસી દ્વારા આ કંપનીની કામગીરી બંધ કરીને અન્ય એક નવી કંપનીને તમામ સિવિક સેન્ટરોના મેઈન્ટેનન્સની કામગીરીની કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. પરંતુ આ નવી કંપની દ્વારા છેલ્લા ૧૦ દિવસથી કોઈ કામગીરી કરાતી નથી.
જેના લીધે શહેરના પૂર્વ સહિતના મોટાભાગના વિસ્તારોના સિવિક સેન્ટરોમાં જન્મ મરણ વિભાગની કામગીરી, કોમ્યુનિટી હોલ, ઓડિટોરીયમના બુકીંગ સહિતની વિવિધ ઓનલાઈન કામગીરી અટકી ગઈ છે. આ સેવાઓ તાકીદે પુનઃ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.