લીલાવંટા ગામે ધાબળા વિતરણ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ભાવનાવાળા રાષ્ટ્રવાદી લોકો દ્વારા ભારતભરમાં ચાલતી ભારત વિકાસ પરિષદની ઇસનપુર (અમદાવાદ) શાખા તથા ખેડબ્રહ્મા શાખા તથા આદિવાસી શ્રી સંશોધન કેન્દ્ર ખેડબ્રહ્મા કોલેજ તથા ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રા. ડૉ. રોહિતભાઈ દેસાઈ તથા યશ ટ્રેડિંગ વાળા સાગરભાઇ શાહ ના સહયોગથી ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા તથા બોરડીના જરૂરીયાત મંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ ખેડવા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.