Western Times News

Gujarati News

રાજ્યની 8 મહાનગરપાલિકાઓને ₹1882 કરોડની રકમના ચેકનું વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસમાં વાઈબ્રન્ટ બનેલ રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવાની નેમ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં જનસુવિધા કાર્યો માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓને ₹1882 કરોડ, 157 નગરપાલિકાઓને ₹144 કરોડ અને 8 સત્તામંડળોને ₹58 કરોડ એમ કુલ ₹2084 કરોડની રકમના ચેકનું વિતરણ કર્યું હતું. અમદાવાદના મેયરે રૂ. 714 કરોડનો ચેક મુખ્યમંત્રીના હસ્તે સ્વિકાર્યો હતો. distribution-of-checks-amounting-to-1882-crore-to-8-municipal-corporations-of-the-state

મુખ્યમંત્રીશ્રીએ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ઉત્કૃષ્ટ કાર્યશૈલીનો પરિચય આપતાં રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’ માં વધારો કરવા તેમજ ગુજરાતને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

વાઇબ્રન્ટ સમિટના આયોજનથી ગુજરાતમાં થયેલ સર્વક્ષેત્રીય વિકાસના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે,માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં ‘મેક ઇન ભારત’ દ્વારા દેશ દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનેલ છે ત્યારે આપણે સૌ પણ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને અગ્રેસર બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.