વિંછીયા તાલુકામાં મુખ્યમંત્રી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ
રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાય તેમજ PMAY અંતર્ગત વિંછીયા તાલુકાના 5 ગામોના વિચરતી વિમુક્ત જાતિના 133 પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનના માલિકી હક્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ગામ, પ્રત્યેક વ્યક્તિ સુધી વિકાસનાં ફળ પહોંચાડીને છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હરહંમેશ પ્રયાસ કર્યો છે. તેમણે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો સંદર્ભ આપતાં પ્રત્યેક લાભાર્થીને ઘરઆંગણે યોજનાકીય લાભો પહોંચાડી ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.