ધનસુરા ગાયત્રી પરિવાર દ્વારા બાળકોને ઊંધિયું, જલેબી અને ચિકીનું વિતરણ
(પ્રતિનિધિ)બાયડ, બાયડ ધનસુરા ગાયત્રી પરિવાર દ્વારા બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયું,જલેબી અને ચિકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાયડ ધનસુરા ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતા બાળ સંસ્કાર કેન્દ્રમાં છેલ્લા ગણા વર્ષોથી બાળકોને ઉંધીયું જલેબીનું વિતરણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ગાયત્રી મંત્રનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ભરતભાઇ ઉપાધ્યાય, મહેન્દ્રભાઇ પટેલ, સુખદેવ ગિરી ગોસ્વામી, કાંતિભાઈ પટેલ, જ્યોતિબેન, મુકેશભાઇ શાહ, દિલીપભાઈ પટેલ, જીતુભાઈ, ઇન્દ્રવદનભાઈ, સુમનબેન સિસોદિયા અને સુમિત્રાબેન અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.