ભરૂચના છેવાડાનાં ગામડા સુધી પહોંચતુ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન
(પ્રતિનિધિ) ભરૂચ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે તા.૦૧/૦૪/૨૦૨૩ થી કાર્યરત છે. જેનો ઉદેશ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવા માટે અને મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાયદાઓ અને યોજનાઓ છેવાડાની મહિલાઓ અને દીકરીઓ સુધી અમલી થાય તે છે.
ભરૂચ જીલ્લામાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ૦૧ એપ્રિલ ૨૦૨૩ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન કુલ ૧૫૫ જાગૃતિકરણના કાર્યક્રમો થકી ૨૦૬૨૯ લોકોને યોજનાકીય માહિતી આપેલ અને આ કાર્યક્રમો થકી વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ભરવા તથા દીકરીઓને લાભ અપાવવો મહિલા સ્વાવલંબન યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના,માતૃ શક્તિ યોજના,પાલક માતા પિતા યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના,આયુષ્યમાન ભારત કાર્ડ, કિશોરીશકિત યોજના (પુર્ણા),સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ વગેરે જેવી વિવિધ મહિલાલક્ષી યોજનાઓના કુલ ૪૪૨ અરજી ફોર્મ ભરાવી લાભ અપાવેલ અને વિવિધ મહિલાલક્ષી કેન્દ્રો તેમજ સુરક્ષાલક્ષી હેલ્પલાઈનો જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર,પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા સમસ્યાના સમાધાન અર્થે લાભ અપાવેલ.
આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરી જન્મને આવકારવા, દીકરીઓની સુરક્ષા અને સલામતી, બાળ જાતિદરમાં સુધારો લાવવા, ગુડ ટચ અને બેડ ટચ, કિશોરીઓમાં કુપોષણ, સાયબર ક્રાઈમ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ કિશોરી મેળા અને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ. તેમજ વિવિધ સરકારી અને બિનસરકારી વિભાગના કાર્યક્રમો જેવા કે વિકસિત ભારત સંકલપ યાત્રા, સેવા-સેતુ,ઉત્કર્ષ કિશોરી પહેલ,આયુષ મેળા, હેલ્થ મેળા, જનરલ તાલીમ,ધરેલું હિંસા, જાતીય સતામણી અંતર્ગત યોજનાકીય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.