જીલ્લા કક્ષાની નેશનલ સાયન્સ સેમીનાર ૨૦૨૨ આયોજન કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લાના વિદ્યાર્થીઓને વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રોત્સાહીત કરી ભાગ લેવડાવવામાં આવે છે. નેશનલ સાયન્સ મ્યુઝીયમ દ્વારા આયોજિત નેશનલ સાયન્સ સેમીનાર વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પડે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્રારા પ્રસ્થાપિત લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદનું આયોજન તારીખ ૨૯-૦૯-૨૦૨૨ ગુરુવારના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે યોજવામા આવ્યું હતું.
પંચમહાલ જીલ્લાની શેહરી અને ગ્રામ્ય વિસ્તારની ૧૦ જેટલી શાળાના કુલ ૩૮ વિદ્યાર્થીઓએ આ સેમનારમાં ભાગ લીધો અને સતત વિકાસ માટે બુનિયાદી વિજ્ઞાન ઃ સંભાવનાઓ અને પડકારો આ વિષય પર પ્રેજેન્ટેસ્ન રજુ કર્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભવ ડૉ.સુજાત વલી લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. ફાલ્ગુની દામા, પંકજભાઈ દરજી, ભરતસિંહ સોલંકી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે ખાસ ઉદબોધન કર્યું હતું.
જયગણેશ ચૌહાણ, મૌલિક શાહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રી તેમજ કોર્ડીનેટર બ્રીઝ જાદવ દ્વારા સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. બાળકોએ PP દ્વારા પોતાનું પ્રેઝન્ટેશ રજુ કર્યું હતું. વિદ્યાર્થીએ ઉત્સાહ પૂર્વક પોતાના વિચારો રજુ કર્યા હતા. અવિરત અને ટકાઉ વિકાસ માટે જુદા જુદા મુદ્દાઓ રજુ કર્યા અને આવનારા સમયમાં કેવા પડકારો ઉભા થઇ શકે અને તે કેવી રીતે નિવારી શકાય તે માટે વૈજ્ઞાનિક અભિગમ રજુ કર્યા હતા.
બાળકોએ જીલ્લા કક્ષાએ અગ્રીમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓ સુરજ ગૌડ અને કંગના મુલચંદાણી આગળ રાજ્ય કક્ષાએ ભાગ લેશે. પરિષદમાં ઉપસ્તિથ તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્ર લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ અને ઉપસ્થિત નિર્ણાયક દ્વારા આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને માર્દાશક શિક્ષકોએ હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા હતા લોક વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ હરમીત, નાઝિયા, ફાતિમા, વૈશાલી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. હવે આગામી સમયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવનું પંચમહાલ જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થઇ રહ્યું છે જેની તડામાર તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.