Western Times News

Gujarati News

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાના મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયો

ભરૂચ, ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટની ઙ્મથિમ અંર્તગત રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતીની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો હતો.રાજ્યકક્ષાના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રીશ્રી કુંવરજી હળપતિએ પ્રજાસત્તાક પર્વની નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજાેગ સંદેશમાં જણાવ્યું હતું કે, ભરૂચની પાવન નગરીનો આજે જન્મદીન છે,યોગાનુયોગ વસંત પંચમીના પર્વ સાથે આપણો રાષ્ટ્રીય પર્વ પણ છે.ત્યારે ત્રિવેણી સંગમના આ શુભદીને ભૃગુઋષિએ વસાવેલી ભરૂચની ધરતીના પનોતા પુત્ર સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ, કનૈયાલાલ મુનશીને યાદ કરી પાવન ધરાને વંદન કર્યા હતા.પવિત્ર ધરા પરથી આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરી ઉમેર્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ આપણો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશવાશીઓ માટે ગર્વની વાત છે કે,આપણે જી ૨૦ ના સમિટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સમિટ થકી દેશમાં વિદેશી હૂંડિયામણ આવશે તથા યુવાનોને રોજગારી અવસર મળશે તેમ જણાવ્યુ હતું.

વિશ્વમાં ડંકો વગાડીને સબળ નેતૃત્વની ઝાંખી કરાવીને ભારતને વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કર્યુ છે.દેશના લોકલાડીલા વડાપ્રધાને “એક રાષ્ટ્ર એક ધ્વજની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાનું કામ કર્યુ છે.જેની ઝાંખી તરીકે કાશ્મીરમાં ફરકતો આપણો રાષ્ટ્રધ્વજ છે.આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌના સાથ,સૌનો વિશ્વાસથી સૌનો વિકાસ”ની સૂત્રને અમલમાં મૂકીને જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મૃદુ તથા મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજાકીય કાર્યો અને તેમની ફરિયાદ સાંભળી સુશાસનને નવો આયામ આપવા માત્ર વોટસએપ માધ્યમ થકી જ ફરિયાદ નિકાલની નવી શરૂઆતને ગુજરાતી જનતાએ આવકારી હતી. તેમ પણ તેમણે ઉમેર્યું હતુ્‌ં.આ ઉપરાંત મંત્રીએ ગુજરાતના આવનારા બજેટની વાત કરતાં ઉમેર્યું હતું કે, પછાત વર્ગ માટે “છ પાયાની સુવિધા યોજના” અંર્તગત છેવાડાના લોકોને આવાસ પૂરી પાડવાની બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાને ઔધોગિક ક્ષેત્રે ભારત અને વિશ્વના નકશા ઉપર ઉજાગર કર્યો છે.તેમ જણાવતા મંત્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઉપસ્થિત લોકોને જણાવી હતી.નવા બજેટમાં ગુજરાતની એક પણ શાળાનું મકાન હવે નળિયાવાળું નહી રહે અને આધુનિક સુવિધાથી સુસજજ બનાવવામાં આવનાર છે. તેમ પણ ઉમેર્યુ હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી દ્વારા પોલીસ પ્લાટુન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી.તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકિય જાગૃત્તિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો રસપૂર્વક નિહાળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.