એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, શુટિંગબોલ, ૨સ્સાખેંચ, કેરમ જેવી રમતોની જિલ્લા કક્ષા સિનીયર સિટીજન સ્પર્ધા યોજાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજન
જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લા કક્ષા સિનીયર સિટીજન સ્પર્ધાનું કરાયું સંચાલન
અમદાવાદના રાણીપ વિસ્તારની કે. આર. રાવલ સ્કૂલ ખાતે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, શુટિંગબોલ, ૨સ્સાખેંચ, કેરમ જેવી રમતોની જિલ્લા કક્ષા સિનીયર સિટીજન સ્પર્ધા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી હતી તથા જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.