દિવાળીની ઉજવણી પણ મોંઘી પડશેઃ ફટાકડાના ભાવમાં ૧૦ થી ૩પ ટકા સુધીનો વધારો
ઉત્સાહપ્રેમી અમદાવાદીઓે અંદાજે પાંચ કરોડ રૂપિયાના ફટાકડાં ફોડશે
(એજન્સી) અમદાવાદ, કોરોનામાં બે વર્ષથી તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગઈ હતી. હવે આ ગ્રહણ દૂર થતાં તમામ તહેવારોની જેમ દિવાળી પણ ધામધૂમથી ઉજવાશે. અને ધુમ ફટાકડાં ફુટશે. દિવાળી આવતા જ શહેરમાં વેપારીઓ અનેે સહકારી સંસ્થાઓ દ્વારા ફટાકડાનું મોટુ બજાર શરૂ થઈ જાય છે. ચાલુ વર્ષેેે વેચાણ માટે અંદાજે પાંચ કરોડની કિંમતના ફટાકડાં બજારમાં અલગ અલગ સ્ટોલ પર આવ્યા છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષેેે ગત વર્ષની સરખામણીમાં ફટાકડાંના ભાવમાં ૧૦ થી ૩પ ટકા સુધીનો વધારો થવાના કારણે ફટાકંડાનાના ભાવમાં વિસ્ફોટ નોંધાયો છે. જેના કારણે ગ્રાહકોનો ફટાકડાંના બજેટમાં ઘટાડો થઈ શકે છે. છતાંય ગ્રાહકોએ ગત વર્ષની સરખામણી ફટાકડાની કિંમતમાં ૩પ ટકા સુધી વધુ રૂપિયા ચુકવવા પડશે.
આ વખતે બેરિયમ સોલ્ટ કેમિકલ પર પ્રતિબંધ મુકાયો છે. જેયારે કાગળના ભાવ પ૦ રૂપિયે કિલોની આસપાસ પહોંચ્યા છે. લેબર સ્ટ્રાઈક,વરસાદને કારણે ઉત્પાદનમાં સરેરાશ રપ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારની સુચના મુજબ ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડાં બનાવતી કંપનીને સુચના મળતા અલગથી રો મટીરીયલ બનાવવાને લીધે ખર્ચમાં વધારો થયો હોવાથી ગત વર્ષની સરખામણીમાં ફટાકડાંનો ઓછો જથ્થો બજારમાં આવ્યોો છે.
આ વર્ષે ૧૦૦ અલગ અલગ વેરાઈટીના ફટાકડાં બજારમાં આવી શકે નહી. એમાં પણ ખાસ કરીનેે અમદાવાદના ફટાકડાં બજારને અસર પડશે. અમદાવાદમાં ફટાકડાનુૃ ૧૯૦થી ર૧૦ કરોડ રૂપિયાનું બજાર છે. ફટાકડાનું પ્રોડકશન એટલુ બધુ ઓછુ છે કે ઉત્પાદક કંપનીઓ વ્યાજ સાથે વેપારીઓને બુકીંગ એમાઉન્ટ પરત આપવા માટે તૈયાર છેે.
બીજી તરફ દિવાળીના દિવસ નજીક હોવાથી ગ્રાહકોમાં વધારો થાય તો જ ફટાકડાંનો સ્ટોક ઘટી શકે છે. એવું પણ વેપારીઓ જણાવી રહ્યા છેે. કારણ કે અત્યારે ફટાકડાં બજારમાં ધરાકી સુસ્ત છે. વેપારીઓએ ગત વર્ષ જેટલી જ ફટાકડાની ખરીદી આ વખતે પણ કરી છે. પરંતુ ચાલુ વર્ષે ૩પ ટકાનો ભાવ વધારાને લીધે જથ્થો ગત વર્ષની સરખામણીમાં ઓછો આવ્યો છે. સાથેે જ બજારમાં અન્ય ચીજવસ્તુઓમાં ગ્રાહકોનો ધસારો જાેતા ફટાકડામાં પણ તેજી આવવાની શક્યતાઓ છે.