એએમટીએસને દિવાળી ફળી : તહેવારોમાં રૂપિયા પ૪.પ૬ લાખની આવક મેળવી
તહેવારો દરમિયાન કુલ ૧૭.૩૪ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી
(એજન્સી) અમદાવાદ, હિંદુ તહેવારોનો રાજા ગણાતી દિવાળીની આ વખતે કોરોનાની બીક ન હોઈ લોકોએ ભારે ઉત્સાહ-ઉમંગથી મોજ માણી હતી. બે વર્ષની કસર જાણે કે કાઢી નાખવાની હોય તેમ દિવાળીના સપરમાં દિવસોમાં લોકોની બજારોમાં ભીડ જાેતાં લાગતું હતું. જાેકે એએમટીએસને ક્યારેય દિવાળી ફળતી નથી, કેમ કે મોટા ભાગના લોકો બહાર જવાનું પસંદ કરી રહ્યા હોઈ એએમટીએસમાં ખાસા પેસેન્જર્સ દેખાતા નથી. ઉપરાંત એએમટીએસના ઘણા ડ્રાઈવર અને કંડકટર પણ દિવાળીની મોજ માણવા માટે ગામડે જતાં આ દિવસોમાં રોડ પર બસ પણ ઓછી મુકાય છે. દરમિયાન ધનતેરસથી ભાઈબીજ સુધીમાં તંત્રને કુલ રૂ.પ૪.પ૬ લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
એએમટીએસને ધનતેરસે રૂ.૧૩,પ૧,૮૬૬, કાળીચૌદશે રૂા.૧૧,૮૬,૪૦ર, દિવાળીએ રૂા.૮,૯૧,ર૧૩ બેસતા વર્ષે રૂા.૮,૭પ,૯૯૭ અને ભાઈબીજે રૂ.૧૧,૪ર,૪૮૯ની આવક થઈ હતી. ગઈ દિવાળીના તહેવારોની આવકની વિગતને જાેતાં દિવાળીએ રૂ.૧૩,૪૭,૯૧૦, કાળીચૌદશે રૂ.૧ર,૬૪,૬ર૪, દિવાળીએ રૂ.૯,પ૬,૩૯૦, બેસતા વર્ષે રૂ.૮,ર૯,૭૬૧ અને ભાઈબીજે રૂ.૯,૭૯,૯૪૭ની આવક થઈ હતી એએમટીએસે ગઈ દિવાળીએ રૂ.પ૩,૭૮,૬૩રની આવક મેળવી હતી એટલે ગઈ દિવાળીએ તુલનામાં આ દિવાળીમાં તંત્રની આવકમાં ખાસ ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ નથી.
દિવાળીના તહેવારોમાં રોડ પર મુકાયેલી બસની સંખ્યાને જાેતાં ધનતેરસે પ૭૬, કાળીચૌદશે પ૧૪, દિવાળીએ ૪૬૭, બેસતા વર્ષે સૌથી ઓછી ૪૧ર અને ભાઈબીજે ૪૪૮ બસ રોડ પર મુકાઈ હતી. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લ્ભ પટેલ ધનતેરસથી ભાઈબીજ સુધી નોંધાયેલા પેસેન્જર્સ અંગે માહિતી આપતાં કહે છે, ધનતેરસે સૌથી વધુ ૩.૬૪ લાખ, કાળીચૌદશે ૩.૪૪ લાખ, દિવાળીએ ર.૬પ લાખ, બેસતા વર્ષે સૌથી ઓછા ર.૪ર લાખ અને ભાઈબીજે ૩.૧૯ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી હતી.
આ દિવાળીએ કુલ ૧૭.૩૪ લાખ લોકોએ એએમટીએસની મુસાફરી કરી હતી તેની તુલનામાં ગઈ દિવાળીએ કુલ ૮.૩પ લાખ પેસેન્જર્સ નોંધાયા હતા. ગઈ દિવાળી કરતાં આ દિવાળીના તહેવારોમાં લગભગ બમણા પેસેન્જર્સ થયા હતા.