શાળાઓમાં ૨૧ દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું
શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી વાલીઓ રજાઓ ગાળવા માટે અત્યારથી જ ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ શરૂ કર્યૂું
ગાંધીનગર,ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યની શાળાઓમાં ૨૧ દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ૨૦ ઓકટોબરથી ૯ નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી હવે વાલીઓ રજાઓ ગાળવા માટે અત્યારથી જ ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ કરાવી શકશે.ss1