Western Times News

Gujarati News

ડીમાર્ટને 1.50 લાખનો દંડ ફટકારાયોઃ એકસપાયરી ડેટ પર સ્ટિકર લગાડ્યું હતું

પ્રતિકાત્મક

સુરત, એકસપાયરી ડેટવાળી માથામાં તેલ નાંખવાની બોટલ પર પોતાનું સ્ટીકર લગાવી એકસપાયરી ડેટ લંબાવી દેનારા ડી-માર્ટ સુપરમાર્ટને ગ્રાહક કોર્ટે રૂ.૧.પ૦ લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો.

ઉપરાંત ફરિયાદ કરનાર મહિલા અરજદારને બોટલના રૂપિયા ૩૩૦ નવ ટકાના વ્યાજે ૪પ દિવસની અંદર ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો હતો. નાનપુરા ખાતે રહેતા મહિલાએ સરથાણા જકાતનાકાના ડીમાર્ટમાંથી તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના રોજ માથાના વાળના ગ્રોથ માટે તેલની બોટલ લીધી હતી. જેની પર ડી માર્ટે સ્ટીકર મારીને પોતાની રીતે જ મેન્યુફેકચરિંગ ડેટ ઓગસ્ટ ર૦ર૦ અને એકસપાયરી ડેટ જુલાઈ-ર૦રર લખી દીધું હતું

ઘરે જઈ મહિલાને શંકા જતા તેઓએ સ્ટીકર હટાવ્યું હતું અને બોટલ પરની ઓરિજનલ એકસપાયરી ડેટ જોઈને તેઓ ચોંકી ગયા હતા. આથી મહિલા ફરી ડી માર્ટ ગઈ હતી અને જવાબદાર વ્યક્તિને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ પ્રતિસાદ નહીં મળતાં આખરે મહિલાએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનને પોતાના ચુકાદામાં નોધ્યું હતું કે, ફરિયાદી સિવાય અનેક ગ્રાહકોને એકસપ્રાયરી ડેટની તારીખ બદલી માલનું વેચાણ કર્યું હોય, સામાવાળાએ મોટાપાયે ગેરવ્યાજબી વેપાર રીત અપનાવેલ હોવાનું જણાય છે પરંતુ ફરિયાદી જે જાગૃત નાગરિક તરીકે હાલની ફરિયાદ કરી છે જે ફરિયાદીનું કૃત્ય સરાહનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.