Dmartએ સામાન ભરવા આપેલી થેલીના ૧૬ લીધા હતા
ગ્રાહકને વ્યાજ સાથે ૨૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે
ગ્રાહકને મફતમાં થેલી આપવાના બદલે રૂપિયા માગતા વળતર ચૂકવવા આદેશ: ડીમાર્ટને ફટકાર લગાવવામાં આવી
અમદાવાદ, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગએ મોલ દ્વારા સામાન ઉચકવા માટેની થેલી માટે લીધેલા રૂપિયાને ‘અનૈતિક’ ગણાવીને ગ્રાહકના પક્ષમાં ચૂકાદો આપ્યો છે.
કન્ઝ્યુમર કોર્ટે આ મામલે ચૂકાદો સંભળાવતા ગ્રાહકને ૨૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા મહિલા વકીલે વર્ષ ૨૦૧૯માં વેજલપુરમાં આવેલા ડીમાર્ટમાંથી સેનિટરી પેડ અને આંતરવસ્ત્રો ખરીદ્યા હતા. તેમણે આ ખરીદી માટે રૂપિયા ૨૧૩ની ચૂકવણી કરી હતી, પરંતુ તેમની પાસે સામાન લઈ જવા માટે થેલી ના હોવાથી તેમણે થેલી માગી હતી.
જાેકે, તેમને અહીંથી મફતમાં થેલી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો અને જે પછી તેમણે તેના માટે ૧૬ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.વકીલને લાગ્યું કે તેમને બેગના રૂપિયા ચૂકવવા માટે ફરજ પાડવામાં આવી હતી, આ અંગે તેમણે ગ્રાહક તકરાર નિવારણ આયોગ અમદાવાદ (ગ્રામ્ય)માં આ મામલે ફરિયાદ કરી હતી, જેમાં તેમણે કેરી બેગ માટે રૂપિયા ચૂકવવા પડ્યા હોવાનું જણાવ્યું હતું.
આ થેલી પણ એકદમ નબળી હોવાનું તેમણે જણાવ્યું હતું અને બેથી વધુ વખત તેનો ઉપયોગ શક્ય નહોતો. ડીમાર્ટે આ કેસની સુનાવણી દરમિયાન હાજરી આપી નહોતી, જે પછી જુલાઈ ૨૦૨૦માં એક પક્ષીય આદેશ આપી દેવામાં આવ્યો હતો.
આ બેગ માટે મોલ દ્વારા જેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા તેને ૮ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે કન્ઝ્યુમર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ડીમાર્ટ દ્વારા જે રીતે થેલી માટે ચાર્જ લેવામાં આવ્યો તે અયોગ્ય ગણાવ્યો અને વકીલને તેનાથી જે માનસિક ત્રાસ પડ્યો અને તેમણે કેસ માટે રૂપિયા ખર્ચ્યા તેના માટે ૨૦૦૦ રૂપિયાની ચૂકવણી કરવા મોલને આદેશ કરવામાં આવ્યો છે.
આયોગે આ તર્કને ફગાવીને રાજ્યના આયોગ દ્વારા અગાઉના આદેશને યથાવત રાખવા માટે જણાવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે ડીમાર્ટ દ્વારા કેરીબેગ માટે રૂપિયા માગીને અનૈતિક અને અયોગ્ય વેપાર પ્રથા દર્શાવી હતી.
અપીલને નકારી કાઢતાં, આયોગની પેનલના વડા સભ્ય એમજે મહેતાની આગેવાની હેઠળ જણાવવામાં આવ્યું કે, “અમે એ મતને પણ સમર્થન આપીએ છીએ કે અપીલકર્તા (ડીમાર્ટ) દ્વારા થેલી માટે રૂપિયાની માંગ કરાઈ જે અનૈતિક છે.”ss1