Western Times News

Gujarati News

ભોજન બનાવતી અને જમતી વખતે આ લાપરવાહી ન વર્તવી

આજના યુગમાં નવ નવ કલાકની નોકરી કરતી સ્ત્રીઓ ઘણીવાર સમયના અભાવે રેડી ટુ મેડ ખોરાક બનાવી નાખતી હોય છે. આ પ્રકારનું ફૂડ બનવામાં સરળ અને ટેસ્ટી પણ હોય છે, પણ આપણે જાણતા નથી કે એ શરીર માટે કેટલું નુકસાનકારી છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકના લાંબા ગાળાના સેવનથી ડાયાબિટીસ, હદયરોગ અને કેન્સર જેવા રોગોનું જાેખમ વધે છે. એક રિસર્ચ એવું કહે છે કે ર૦૧૯માં, ૩૦થી ૬૯ વર્ષની વયના અડધા મિલિયનથી વધુ પુખ્ત વયના લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી પ૭,૦૦૦ લોકો અથવા લગભગ ૧૦.પ ટકા અલ્ટ્રા- પ્રોસેસ્ડ ખોરાકને કારણે અકાળે મૃત્યુ પામ્યા હતા.

બદલાતી જીવનશૈલીમાં લોકો પાસે સમયની અછત રહે છે અને તેમની પાસે ઘરે રસોઈ બનાવવાનો સમય નથી. આવી સ્થિતિમાં લોકોએ બજારમાં ઉપલબ્ધ પેકેજડ ફૂડનું સેવન કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેડી ટુ ઈટ ફૂડનું ચલણ ઝડપથી વધ્યું છે. રેડી ટુ ઈટ ફૂડ કે બજારમાં ઉપલબ્ધ પેકેજડ ફૂડ હેલ્ધી નથી. ભલે તેઓ ગમે તેટલા સ્વસ્થ હોવાનો દાવો કરે, પરંતુ તે પ્રિઝર્વેટિવ્સ, કાર્બોહાઈડેટસ ખાંડ અને મીઠાથી ભરપુર છે તેમાં વધુ પડતી માત્રામાં સ્વાદ ઉમેરવામાં આવે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. તેમાં પોષકતત્વો હોતા નથી. લાંબા સમય સુધી તેમના સેવનથી ડાયાબિટીસ, સ્થૂળતા, ખરાબ કોલેસ્ટેરોલ અને હદયરોગનું જાેખમ વધી જાય છે.

લગભગ તમામ પ્રકારના રેડી ટુ ઈટ અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે, અલ્ટ્રા- પ્રોસેસ્ડ ખોરાકમાં ચરબી, સ્ટાર્ચ, ઉમેરવામાં આવેલી ખાંડ અને બિનાઆરોગ્યપ્રદ ચરબી હોય છે. આ ફેકટરીઓમાં ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. આમાં ખોરાકમાંથી કુદરતી તત્વો દૂર કરવામાં આવે છે અને કૃત્રિમ તત્વો ઉમેરવામાં આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડસ કેલરી, ખાંડ અને મીઠાથી ભરપુર હોય છે. પિઝા, બટાકાની ટિક્કી, કટલેટ, ચિપ્સ, પેકડ સૂપ, બ્રેકફાસ્ટ સીરિયલ્સ,કૂકિઝ જેવા ફ્રોઝન ફૂડસ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડસની શ્રૈણીમાં આવે છે. આ બધાં જ ફૂડસ ભલે બનવામાં સરળ લાગે, પણ લાંબાગાળે તે શરીરને નુકસાન કરે છે તેનાથી શરીરમાં અનેક રોગ થઈ શકવાની સંભાવના છે માટે બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.