Western Times News

Gujarati News

ચંદ્રયાન3 ચંદ્ર સુધી પહોંચીને કયા મહત્ત્વપૂર્ણ સંશોધન કરશે જાણો છો?

(એજન્સી)બેંગલુરૂ, ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ એટલે કે આજે બપોરે ૨ઃ૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ ચંદ્ર તરફ ઉડાન ભરી. જે ૪૫થી ૫૦ દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-૩ની સફળ કામગીરી માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

બીજીબાજુ, ચંદ્ર ઉપર ઉતરાણ કર્યા બાદ ચંદ્રયાન મહત્વપૂર્ણ સંશોધન કરવાનું છે જેના પર તમામની નજર મંડાયેલી છે.
ચંદ્રયાન-૩માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે. સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે.

ચંદ્રયાન-૨ના ઓર્બિટરનો પણ ઉપયોગ કરી શકાય એમ છે જેથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. જૂનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને તે લેન્ડર તથા રોવર સાથે કનેક્શન રાખશે. લેન્ડર જ્યારે રોવરની સાથે લેન્ડિંગ કરશે ત્યારે તેની ઉપર મોનિટરિંગનું કામ કરશે.

રોવર જ્યારે લેન્ડરથી અલગ પડીને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૂ કરશે ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે. રોવર દ્વારા જે પણ માહિતી ભેગી કરવામાં આવશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ ઓર્બિટર થકી જ કરવામાં આવશે. ચંદ્રયાન-૨માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જાેડવામાં આવ્યું છે.

તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે. લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જાે કોઈ જાેખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

દુનિયાના મોટા મોટા દેશો ભલે ચંદ્રની સપાટી ઉપર પગ મુકવાના કે માણસોને ઉતારવાના દાવા અને અભિયાનો કરી ચૂક્યા હોય પણ ભારત આ વખતે અદ્વિતિય ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-૩ આજે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ થશે અને ૪૧ દિવસ બાદ ચંદ્રની ધરતી ઉપર લેન્ડ થશે.

તેની આ ઐતિહાસિક સફર બાદ ચંદ્ર ઉપર થતાં સંશોધનમાં એક એવા અધ્યાયની શરૂઆત થશે જે ભારત માટે અને સાથે સાથે સમગ્ર વિશ્વ માટે આશાનું નવું કિરણ લઈને આવશે. અમેરિકા અને તેની સ્પેસ એજન્સી નાસા પણ આ મિશન તરફ મીટમાંડીને બેઠા છે.

ભારત દ્વારા વર્ષ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને અણીના સમયે યાન લેન્ડ થઈ શક્યું નહોતું અને અભિયાન ત્યાં જ અટકી ગયું હતું. ભારતે આ અભિયાનનું પૂનરાવર્તન કરતા ચંદ્રયાન-૩ની જાહેરાત ત્યારે જ કરી દીધી હતી અને હવે તેને સિદ્ધ કરી બતાવવાનો સમય આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.