બ્રિટન જનારા પ્રવાસીઓ માટે બનેલી રવાન્ડા પોલિસી શું છે તે જાણો છો?
યુકે અને રવાન્ડાએ બ્રિટનમાં આશ્રય મેળવવા માંગતા લોકોને રવાન્ડામાં દેશ નિકાલ કરવા માટે યુકે માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે -પ્રવાસી ભારતીયોની સંખ્યામાં ભારે વધારાથી બ્રિટન પરેશાન
470 વર્ગ કિલોમીટરમાં આવેલો આ દેશ રવાન્ડા જેની વસતી 1.50 કરોડની છે. રવાન્ડાની આસપાસ યુગાન્ડા, કેન્યા અને ઝાંબીયા દેશ આવેલા છે.
(એજન્સી)લંડન, પ્રવાસી ભારતીયોની સંખ્યામાં ભારે વધારાથી પરેશાન બ્રિટને વિઝા નિયમોને કડક કરવાની કોશિશ કરી છે. નવા નિયમો હેઠળ બ્રિટન જનારા પ્રવાસીઓ પોતાની સાથે પરિવારના કોઈ સભ્યને લઈ જઈ શકશે નહીં. વાત જાણે એમ છે કે છેલ્લા એક વર્ષમાં સાત લાખથી વધુ લોકોએ બ્રિટન તરફ પ્રયાણ કરેલું છે.
આ સાથે જ બ્રિટન આવનારા પ્રવાસીઓ માટે સરકાર તરફથી બનાવવામાં આવેલી રવાન્ડા પોલીસીને ત્યાંની સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે. ત્યારબાદથી જ સરકાર પર વિજા કાયદાને કડક કરવાનું ભારે દબાણ હતું.
ઈમિગ્રેશનને સંખ્યાને ઓછી કરવા માટે બ્રિટન સરકાર તરફથી બનાવવામાં આવેલા નવા નિયમો હેઠળ સ્કિલ્ડ વર્કર્સ માટે ન્યૂનતમ પગાર પેકે પહેલાની સરખામણીમાં લગભગ ૫૦ ટકા વધુ છે.
યુકે અને રવાન્ડાએ બ્રિટનમાં આશ્રય મેળવવા માંગતા લોકોને રવાન્ડામાં દેશ નિકાલ કરવા માટે યુકે માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપ્રિલ 2022 માં યુકે અને રવાંડાએ બ્રિટનમાં આશ્રય મેળવવા માંગતા લોકોને રવાંડામાં દેશનિકાલ કરવા માટે યુકે માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેને ‘માઇગ્રેશન એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ’ અથવા ‘રવાંડા પ્લાન’ તરીકે ઓળખવામાં આવે છે. રવાંડા સેન્ટ્લ આફ્રિકામાં આવેલો દેશ છે.
જેના કારણે ભારતીયોને હવે વિઝા લેવા ભારે પડી શકે છે. બ્રિટનમાં હવે આગામી ૪ એપ્રિલથી મિડ લેવલ ટીચર, કેરગિવર્સ, શેફ અને નર્સને સ્કિલ્ડ વર્ક વિઝા માટે ત્યારે જ પ્રવેશ મળશે જ્યારે તેમનો વાર્ષિક પગાર 41 લાખ રૂપિયા પહોંચશે.
પહેલા આ પગાર મર્યાદા ૨૭.૫૦ લાખ રૂપિયા હતી. ભારતના સ્કિલ્ડ વર્કર્સ માટે ફેમિલી વિઝા મેળવવા માટે પગાર મર્યાદામાં ૫૬ ટકા જેટલો વધારો ઝીંકાયો છે.
અત્રે જણાવવાનું કે અગાઉ બ્રિટનમાં જો ૧૯.૫૦ લાખ રૂપિયા વાર્ષિક કમાણી હોય તો ભારતીય ફેમિલી વિઝા માટે અરજી કરી શકતું હતું પરંતુ હવે આ મર્યાદા વધારીને ૩૦.૫૦ લાખ રૂપિયા કરી દેવાઈ છે. આ નવો નિયમ ૧૧ એપ્રિલથી લાગૂ થવાનો છે. વધુમાં નેશનલ હેલ્થ સ્કિમ હેઠળ નોંધણી કરાવવા માટે ભારતીય સ્કિલ્ડ વિઝા ધારકો માટેની વાર્ષિક ફી જે ૬૫૦૦૦ રૂપિયા હતી તે વધારીને હવે એક લાખ ૧૦ હજાર રૂપિયા કરવામાં આવી છે.
NHS ફીમાં વધારો ઝીંકીને પ્રવાસી પરિવારો પર લગામ કરવાનો હેતુ છે. બ્રિટનની ઋષિ સુનક સરકારના આવા પગલાઓથી બ્રિટનમાં નોકરી ઈચ્છતા ભારતીયો માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. મિડ લેવલ વર્કર્સ પર નવા નિયમો લાગૂ થવાથી ત્રણ વર્ષની અંદર લગભગ આઠ લાખથી વધુ ભારતીય કામદારોએ બ્રિટનથી માદરે વતન પાછા ફરવું પડી શકે તેવી સ્થિતિ છે.