ભદ્રાકાળમાં શા માટે રાખડી ન બાંધવી જોઈએ જાણો છો?
પૌરાણિક માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે લંકાપતિ રાવણની બહેન શૂર્પણખાએ ભદ્રાકાળમાં જ પોતાના ભાઈને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણનો નાશ થયો હતો. આ માન્યતાના આધારે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જાેઈએ. ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થાય છે અને ભાઈ પર આફત આવે છે.
રક્ષાબંધનનું નામ સંસ્કૃત પરિભાષા પરથી પડ્યું છે. આમાં ‘રક્ષા’ એટલે રક્ષણ કરવું અને ‘બંધન’ એટલે બાંધવું. તેથી જ આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, જેને રાખડી પણ કહેવાય છે.
તેમજ રક્ષાસૂત્ર બાંધીને બહેનો ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. તે જ સમયે, ભાઈઓ તેમની બહેનોને તેમની ક્ષમતા અનુસાર ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન પણ આપે છે.