Western Times News

Gujarati News

શું તમે આંતરડાના રોગો જેવા કે- એસીડીટી, અલ્સર (ચાંદા), લોહીની ઊલ્ટીથી પીડાઓ છો ?

રોજબરોજના વધતા જતાં રોગોમાં હોજરી અને આંતરડામાં ચાંદા-વ્રણ પડવાના (Soreness In The Intestine) ઉપદ્રવો પણ વ્યાપક બનતાં જાય છે. Do you suffer from intestinal diseases like – acidity- ulcers- vomiting of blood?

અમ્લપિત્તનો વ્યાધિ (Acidity disorder) એકાદ વર્ષ જૂનો થતાં કષ્ટસાધ્ય બની જાય છે. તેના વધતા જતા ઉપદ્રવોમાં રોગી મોટા ભાગે હોજરી અને આંતરડાના ચાંદાનો ભોગ થઈ પડે છે.

કુદરતનો એ અટલ નિયમ છે કે શરીર સ્વાસ્થ્યમાં હોજરીના રસો ગમે તેટલા તીવ્ર અને તીક્ષ્ણ હોવા છતાં પણ હોજરીની આંતરત્વચા (Gastrointestinal tract) પર તેનો પ્રભાવ પડતો નથી. પણ, જ્યારે આ આંતરત્વચા (મ્યુક્સ મેમ્બ્રેન) (Mucus Membrane) ની શક્તિ નાશ પામે છે કે ક્ષીણ બને છે ત્યારે ત્યાં રક્તવાહિનીઓ (Blood vessels) સંકુચીત બની જાય છે અને ત્યાં રક્ત પહોંચી શકતું નથી.

જેથી ત્યાં વ્રણ-ચાંદુ પડવાનો ઉપદ્રવ ઉદભવે છે. ભારે પીડાવાળાં દર્દાેમાં આયુર્વેદે પરિણામ-શૂળની ગણના કરી છે આ પીડા હોજરી અને આંતરડાના ચાંદાની પીડા સાથે સામ્ય ધરાવે છે અને તેનાં લક્ષણો પણ એકસરખાં પ્રતીત થાય છે.

ખાધેલો ખોરાક પચવા માંડે તે સમયે પીડા શરૂ થાય છે અને તે સમયે થોડું ખાવાથી અથવા ઊલટી થવાથી પીડા મટી જાય છે. આ ઉપરાંત નાભિ, મૂત્રાશય, છાતીના (bladder, chest) વચ્ચેના ભાગમાં, ખભામાં, પીઠમાં શૂલ જેવી ભારે પીડા પણ થાય છે. અન્નદ્રવ શૂળમાં, જ્યાં સુધી ઊલટી થતી નથી ત્યાં સુધી, પીડા મટતી નથી.

આ ઉપદ્રવમાં શૂળનાં દસ-લક્ષણો-જેવા કે, પેટનું ભારે રહેવું, અધોવાયુ અને મળનો અવરોધ, ઊલટી, ભ્રમ (ચક્કર), તૃપ્ત, જ્વર, અરુચિ, કૃષતા, બલક્ષય અને તીવ્ર પીડાનાં લક્ષણો જણાય છે. (Abdominal cramps, degeneration and bowel obstruction, vomiting, hallucinations, Indigestion)

હોજરીમાં અલ્સર (Gastric ulcer) પડે છે અથવા તો હોજરીની નીચેનો નાના આંતરડાની (small intestine) શરૂઆતનો ભાગ જેને ડીઓડીનલ (Duodenal) કહેવામાં આવે છે. તેમાં અલ્સર પડે છે. આ બંને અલ્સરો-ચાંદા જીર્ણ (Ulcerative colitis) અને તેની તીવ્ર અવસ્થામાં પણ હોય છે. છતાં પણ મુખ્યત્વે જીર્ણ અલ્સર-ચાંદાના રોગીઓ વધુ જાવામાં આવે છે.

ખાસ કરીને પાંડુરોગથી પીડાતી જુવાન સ્ત્રીઓમાં આ પ્રકારનાં ચાંદા-અલ્સર જાવામાં આવે છે અને ઘણી વખતે કોઈપણ જાતનાં ચિહ્નો કે લક્ષણો હોતા નથી. પરંતુ અચાનક જ ઊલટીમાં લોહી પડવા ભાગના દર્દીઓમાં હોજરીનાં ચાંદા (અલ્સર)માં હોજરીનાં સોજાના લક્ષણો હોય છે.

આ અલ્સર ચાંદુ વખત જતાં મટી જાય છે અથવા તો જીર્ણ-અલ્સરની અવસ્થા ધારણ કરે છે. ખાસ કરીને જે હોય છે તેવાં દર્દીઓમાં તીવ્ર ચાંદામાંથી જીર્ણ ચાંદાની અવસ્થા થવાની શક્યતા વધારે હોય છે.
હોજરી અને ડીઓડીનમનું જીર્ણ ચાંદુ (અલ્સર) આ બંને અલ્સર (ચાંદા) થવાનાં કારણોમાં તેમજ તેમનાં લક્ષણોમાં ઘણું જ સામ્ય છે. પરંતુ એ બંનેમાં થોડો ફેર છે.

– હોજરીના વ્રણ (ચાંદા)ના રોગીઓ ડીઓડિનમના ચાંદા-વ્રણના રોગીઓ કરતાં ઓછા જાવામાં આવે છે. જ્યારે ડીઓડિનમ અલ્સરમાં ચાંદાનું પ્રમાણ સવિશેષ જાવામાં આવે છે.

– ડિઓડિનમ અલ્સર ખાસ કરીને પુરુષોનાં જાવામાં આવે છે. જ્યારે હોજરીનું અલ્સર-ચાંદુ બંને જાતિઓમાં સરખા પ્રમાણમાં થતું જાવામાં આવે છે.

– હોજરીના અલ્સરથી પીડાતા દર્દીઓ મોટાભાગે નીચલા થરમાં વિશેષ જાવામાં આવે છે. તેઓ શરીરે ક્ષીણ બનેલા અને પોષણના અભાવવાળા દર્દીઓ શરીરે જાડા અને સમમાજના ઉપલા થરમાં વિશેષ જાવામાં આવે છે.

– લોહીની ઊલ્ટી (Blood in Vomiting) થવી અને ચાંદા (Ulcer)ના પરિણામે કાણું પડવું એ ડિઓડિનમ અલ્સરમાં, હોજરીના અલ્સર કરતાં વિશેષ જોવામાં આવે છે.

– ડીઓડિનમ અલ્સર ઘણી વખત વારસાગત જાવામાં આવે છે. જ્યારે હોજરીના અલ્સરમાં આવુ કંઈ જાેવામાં આવતું નથી.
પીડાઃ

કાળજાના ભાગમાં પીડા થાય છે અને દબાવવાથી વધે છે. જમ્યા પછી ક્યારેક આ પીડા અસહ્ય બની જાય છે. સામાન્ય રીતે જમ્યા પછી એક યા બીજા કલાકના અંતરે પીડા શરૂ થાય છે અને આ પીડાનો સંબંધ વ્રણ સાથે હોય છે. આ વ્રણ (ચાંદુ) આંતરડાના શરૂઆતના ભાગમાં જા બહુ નજીક પડ્યું હશે તો પીડા ધીમે-ધીમે અને મોડી શરૂ થશે. જ્યારે આ ચાંદુ આંતરડાના દ્વારથી જેટલું દૂર હશે તેટલી પીડા ઝડપભેર શરૂ થશે અને ક્રમશઃ વધતી જશે.

આ પીડા એક જ સ્થાન ઉપર થાય તેમ બનતું નથી, પણ વ્રણના સ્થાન પ્રમાણે જુદી-જુદી જગ્યાએ પીડા થાય છે. ક્યારેક પીડા પીઠમાં, ક્યારેક નાભિમાં અને ક્યારેક યકૃત કે કાળજા આગળ થઇ આવે છે. આ પીડા કઠણ ખોરાક ખાવાથી વધે છે. અને પ્રવાહી ખોરાક ઓછી થાય છે.

વ્રણ (ચાંદા)માં જમ્યા પછી ઊલટી થાય છે, પણ આ વ્રણ અને ચાંદાના સ્થાન પ્રમાણે કેટલાંક દર્દીઓને જમ્યા પછી કલાક કે બે કલાકના અંતરે ઊલટી થઇ પીડા શમી જાય છે. આ ઊલટીમાં ક્યારેક લોહીના કણો અથવા લોહી પણ દેખા દે છે.
ઊલ્ટીથી ચાંદાની રક્તવાહિનીઓ ફાટી જવાથી ઊલટીમાં લોહી આવે છે, અને વધારાનું લોહી ઝાડા વાટે પડે છે. ઊલ્ટીથી ચાંદુ ઉપરના ભાગમાં ફાટી જાય તો ફેફસામાં પ્રવાહ ઉત્પન્ન કરે છે અને ફેફસાનો કેટલોક ભાગ મૃતપ્રાય બની જાય છે. જેને ફેફસાનાં ગેંગરિનથી પણ ઓળખવામાં આવે છે.

રાતના ૮થી ૧૨ કલાક દરમ્યાન જ્યારે હોજરીમાં ખોરાક હોતો નથી ત્યારે જે દર્દીઓ અમ્લપિત્તથી પીડાતા હોય છે તેમની હોજરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયાં જ કરે છે અને ભેગો પણ થયા કરે છે. ખોરાકની ગેરહાજરીથી ઉત્પન્ન થયેલો એસિડ સીધો હોજરીની અંતરત્વચા પર અસર કરે છે અને પરિણામે આંતરત્વચાનો નાશ થઇ ત્યાં ચાંદુ પડે છે.

લક્ષણોઃ
તમને જમ્યા પછી પેટ ભારે લાગે છે ? જમ્યા પછી પડી રહેવાનું મન થાય છે ? અઠવાડિયામાં એકાદ રેચ લેવો પડે છે ? દાતણ કર્યા પછી ઘણીવાર ખાટી કે કડવી ઊલટી થાય છે ?

ઉપરનાં લક્ષણો તમને જણાતાં હશે અને થોડા વખત પછી મટી પણ જતું હશે અને વચ્ચેના ગાળામાં કદાચ તમે ઉપરની ફરિયાદો સંપૂર્ણપણે ભૂલી પણ જતા હશો.

પણ ફરીથી પાછી ઉપરની ફરિયાદો શરૂ થાય ત્યાં સુધી ઉપરની પેટની ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ ભલે સાધારણ લાગે પણ એટલું ધ્યાન રાખજા કે એનાં મૂળ ખૂબ ઊંડા હોય છે. કબજિયાતમાં રેચથી રાહત થતી હશે. એટલે નિરાંત અનુભવતા હશો અને સાધારણ દવાઓથી બીજી ફરિયાદોમાં રાહત મળે એટલે એ પણ ભુલાઈ જવાતું હશે. પરંતુ ખ્યાલ રાખજા કે એનું કામ એ કર્યે જાય છે.

અને દિવસે-દિવસે તેનાં મૂળ ઊંડા જાય છે. આમ આ રોગ ધીમે-ધીમે વધીને એક દિવસ ક્રોનિક ગેસ્ટ્રીક અલ્સરનું સ્વરૂપ ધારણ કરે છે યા તો અચાનક જ લોહીની ઊલટી થાય છે. અથવા હોજરીમાં કાણું પડે છે. આથી દોડીદોડી થાય એ પહેલાં આ રોગનું યોગ્ય નિદાન કરાવી તુરત જ ઉપચાર શરૂ કરવો. જેથી ભારે રોગની આફતમાંથી અવશ્ય બચી જશો.

ભૂખ્યા પેટે સાધારણ રાહત થઇ શકે એવો દુખાવો રહ્યા કરે. પરંતુ જમ્યા પછી દુખાવાનું પ્રમાણ વધે. ખોરાકમાં જેમ રૂક્ષતા વધુ તેમ દુઃખાવાનું પ્રમાણ વધુ ઉપરાંત ચાંદુ જા હોજરીના ઉપરના ભાગમાં હોય તો પણ દુઃખાવાનું વિશેષ પ્રમાણ જાવા મળે છે. ઉપરાંત જમ્યા પછી દુખાવો તરત જ ઊપડે અને જા ચાંદુ નીચેના ભાગમાં હોય તો જમ્યા પછી થોડી થોડી વારમાં દુખાવો શરૂ થાય.

દુખાવાની ચર્ચા કરીએ છીએ ત્યારે એક ખાસ વાત મહ¥વની છે કે એક જ સરખા રોગથી પીડાતા બે દર્દીઓમાં દુખાવાનું પ્રમાણ ઓછું-વત્તુ હોય છે. એટલે કે આ દુખાવો એક દર્દી સહન કરી શકે છે

જ્યારે બીજાને તે મૃતપ્રાય કરી નાંખે તેટલી ભઆરે પીડા કરે છે. એટલે કે આ દુખાવો વ્યક્તિગત ધારણ શક્તિ (Personal Tolerance Factor) ઉપર ખૂબ જ આધાર રાખે છે. ખાસ કરીને જમ્યા પછી અર્ધાથી ત્રણ કલાકની અંદર આ દુઃખાવો શરૂ થાય છે.

વળી આ દુખાવો થવાનો સમય જમ્યા પછી ખૂબ જ નિયમિત હોય છે. આવો અનુભવ ઘણાં દર્દીઓને થયો છે અને તેઓ ચોકસાઈપૂર્વક કહેતાં હોય છે કે દુઃખાવો ઉંડેથી આવતો હોય એમ તેમને લાગે છે. કેટલાંક દર્દીઓ બળતરા થવાની ફરિયાદ પણ કરે છે. પેટમાં ડૂંટીની ઉપર અને પાંસળીઓની નીચે સાધારણ બરાબર ડાબી બાજુએ દર્દી એક આંગળી મૂકીને બતાવી શકે એટલો આ દુખાવો ચોક્કસ હોય છે. આ દુખાવો કાં તો ઊલટી થાય તો ઓછો થાય છે અથવા આલ્કલી ક્ષારવાળા પદાર્થાે લેવાથી ઓછો થાય છે.

દુખાવો જ્યારે વધારેમાં હોય ત્યારે ઊલટી થાય છે. ઘણી વખત ઊલટી આપમેળે જ થાય છે. અથવા તો દર્દી પોતે જ ઊલટી કરવાની કોશિષ કરતો હોય છે. ત્યારે એને ઊલટી થઈ જાય છે. ખૂબ ખાટી કે કડવી ઊલટી ઉપરાંત ખાધેલો અને અડધો પચી ગયેલો ખોરાક પણ ઊલટીમાં બહાર નીકળી આવે છે અને તરત જ દુખાવો મટી જાય છે.

ઉપરના દર્દથી પીડાતા દર્દીઓના અનુભવ ઉપરથી જાણવા મળે છે કે આ રોગમાં દર્દીઓની રુચિ સંપૂર્ણ રીતે સારી હોય છે અને ભૂખ બરાબર લાગે છે અને ખોરાક ઉપર જરા પણ અણગમો હોતો નથી, પરંતુ દર્દી દુખાવાને લીધે ખોરાક લેતા બીએ છે. તેના કારણે ઓછો ખોરાક લે, પરિણામે કબજિયાત થાય છે. ખોરાક ઓછો લે. એટલે પોષણનો અભાવ થાય અને આ જ કારણથી ગેસ્ટ્રીક અલ્સરથી લાંબા સમયથી પીડાતા દર્દીઓ શરીરે ખૂબ જ પાતળાં હોય છે.

ઘણા દર્દીઓમાં, સીધી લોહીની ઊલ્ટી-એજ પ્રથમ લક્ષણ હોય છે. વળી ઝાડામાં લોહી પડે છે. હોજરીના રક્ત†ાવને લીધે ઝાડામાં આવતાં લોહીનો રંગ એકદમ લાલ હોતો નથી, કારણ કે એ લોહી આંતરડામાં આવતાં જુદી-જુદી વિક્રિયાને કારણે તેનો રંગ કાળો પડી જાય છે અને ઝાડો પણ ખૂબ જ કાળા રંગનો આવે છે.

આ હોજરીના રક્ત†ાવને લીધે છે.
આ રોગનું બીજું ખાસ લક્ષણ એ છે કે આ રોગ અમુક સીઝનમાં જ થાય છે અને પછી મટી જાય છે. આવું લાંબુ ચાલે તો ઘણી વખત હોજરીમાં પડેલું ચાંદુ ફાટી જાય છે અને હોજરીમાં કાણું પડે છે. આ સ્થિતિ દર્દી માટે ખૂબ જ ગંભીર છે. અને પ્રાણઘાતક પણ બને છે.

સારવારઃ
અમ્લપિત્તને દબાવનારાં આજે અનેક ઔષધો અસ્તિત્વમાં આવ્યાં છે, પણ આ દર્દ એવું હઠીલું છે કે પાયાની ચિકિત્સા વિના એટલે કે તેના મૂળ કારણની ચિકિત્સા વિના તે મટતું નથી.

પ્રત્યેક રોગના ઉપચારમાં તેના દોષ અને દુષ્યનો નિર્ણય કરવો પડે છે. જેનાથી રોગનાં કારણો નાશ પામે છે. અને ધાતુઓનું સમતોલપણું લાવી શકાય છે. આપણું શરીર ત્રિધાતુનું બનેલું છે અને તેના દોષ અને દુષ્યના નિર્ણય ઉપરાંત દર્દીનું બલાબલ, પાચનશક્તિ, સ્વભાવ, ઉંમર, માનસિક હાલત, ભાવાભાવ, ખોરાકની આદત-ખાસિયત, ટેવો અને પ્રત્યેક માનવીની પ્રકૃતિનો અભ્યાસ કરીને ચિકિત્સા કરવા માટે આયુર્વેદ આદેશ આપે છે.

મોટાભાગના રોગોને આયુર્વેદ વધુમાં વધુ કુદરતી ચિકિત્સાથી મટાડે છે. ઊર્ધ્વગત અમ્લપિત્તમાં કુદરતી રીતે રીતે કાચું પિત્ત ઉલટી થઈ બહાર નીકળી જાય છે અને હોજરીમાં એકઠું થયેલું પિત્ત બહાર નીકળી રહે ત્યારે એ ઊલટી આપોઆપ બંધ થઇ જાય છે. વળી બીજે દિવસે આહાર સમયે નવું પિત્ત પણ ઊબકા, મોઢામાંથી થૂંકનો †ાવ,મોઢાની ખટાશ અને ઊલટી વગેરે પેદા કરે છે. આમ રોજબરોજ નવા પિત્તનો સ્ત્રાવ હોજરીમાં થાય છે અને તે બધું પિત્ત હોજરીમાં તથા આંતરડામાં ફરી રહેલા લોહી દ્વારા ઠલવાય જાય છે.

કાચો રહેલો આહારનો રોગ નવું ખાટું પિત્ત પેદા કર્યે જાય છે અને તે લોહીમાં ભળે છે. આ વિષચક્રનો વર્ષાે સુધી અંત આવતો નથી. જેથી આ વિક્રિયાની ચિકિત્સા પણ દ્વિવિધ કરવી જોઈએ.

લીમડો, અરડૂસી, મીંઢળ, મધ અને સિંધાલૂણ મેળવી ચટણી જેવું બનાવી ૧ તોલો જેટલી માત્રામાં આપવાથી ઊલટી થઈ દૂષિત થયેલ પિત્ત બહાર આવે છે અને રોગીને તરત ચેન પડે છે. પિત્તનું વિરેચન થાય એવા પ્રકારની ઔષધ યોજના કરવી જાઈએ. પિત્તના વિરેચન માટે હરડે અને નસોતર જાણીતા છે.

૦૧થી ૦૨૨ તોલા સુધી દર્દીની પ્રકૃતિ પ્રમાણે યોજવાથી જુલાબ વાટે દૂષિત પિત્તનો નાશ થાય છે અને રોગનું બળ ઘટવા માંડે છે. આ વિરેચન અને વમનએ શોધન ચિકિત્સાનાં મુખ્ય અંગો છે. આજે શારીરિક સ્વાસ્થ્ય અને સામર્થ્ય ખૂબ જ ઘટી ગયું છે. જેઓ આ શોધન ન સહન કરી શકે તેઓ શરીરની પ્રકૃતિ પ્રમાણે અવિપત્તિકર ચૂર્ણ ૦૨થી ૦૨૨ તોલો નિયમિત લઈને સૌમ્ય શોધન દ્વારા લાભ મેળવી શકે છે.

– હોજરી અને આંતરડાનાં ચાંદામાં પથ્યાપથ્યઃ આ રોગમાં કાયમનો દુખાવો મુખ્યત્વે ભૂખ્યા પેટે જણાય અને ખોરાક લેતાં શમી જાય.

તદઉપરાંત ખોરાક લીધા પછી ત્રણ કે ચાર કલાકના અંતરે પાછો દુખાવો શરૂ થાય. વારંવાર લોહીની ઊલટીઓ થવી અને શૂળ (કોલિક પેઈન) આવવું આવા ઉપદ્રવો સતત જાવામાં આવે છે. આવા રોગીઓએ સામાન્ય રીતે બકરીનું દૂધ કે ગાયના દૂધ ઉપર જ રહેવું ખૂબ જ લાભપ્રદ નીવડે છે.

– સુવર્ણસુતશેખર ૧-રતી, કામદુધા રસ ૧ રતી, ઝહરમોહરા પિષ્ટી ૧ રતી- બે પડીકા બનાવી સવાર-સાંજ દૂધ સાથે લેવા, તદુપરાંત અવિપત્તિકર ચૂર્ણ બેથી ચાર આનીભાર નાળિયેરના પાણી સાથે આપવું. સુધાવરી બબ્બે સવાર સાંજ લેવા.

હિબેરાદી કવાથઃ

ઘટકઃ
ઘાવડીના ફૂલ, ખસ, લોધર, પાઠ, લજવંતી, કડાછાલ, ધાણા, અતિવિષ, મોથ,ગળો, બીલીફળ, સૂંઠ સમભાગે લઈ કવાથ કરવો.

– આ ક્વાથ ચાંદા રુઝાવે છે. લોહી પડવું બંધ થાય છે. પિત્તનું શમન કરી રોગને મટાડનારું છે. ક્રમેક્રમે દૂધનું પ્રમાણ વધારતા જવું. મોટા ભાગના આવા રોગીઓમાં ૮થી ૧૦ રતલ સુધી દૂધ સહેલાઈથી આપી શકાય છે. અને શરીરમાં નવું બળ-જામ આવવા માંડે છે. રોગમુક્તિ થયા પછી પણ દૂધનો મુખ્ય આહાર રાખી થોડો પથ્ય આચર લાંબા સમય સુધી ચાલુ રાખવો.

કમાં ખાનપાનમાં સંભાળ રાખવાથી દરદ મટશે. ગમે તેવી કીંમતી દવાઓ ખાનપાનની સંભાળ વિના ફાયદો નહીં કરે.
નિયમિત જીવન, જમીને આરામ લેવો, ચિંતાઓ છોડવી- આ બધાનો યોગ હશે તો જ એ યાદ રાખવું, કારણ કે આજે તો જાત-જાતામાં ચાંદા પડી જાય છે. તેના કારણમાં મનની વ્યગ્રતા, ખાઈને કરવામાં આવતી દોડધામ, ખોરાક લેતી વખતે પણ શાંતિનો અભાવ-આ બધું રોગને વહેલો નિમંત્રે છે. એ યાદ રાખો.

સપ્તામૃત પર્પટીઃ
આંતરડાના દરદોમાં પંચામૃત પર્પટીનો પ્રયોગ સુપ્રસિદ્ધ છે આ પંચામૃત પર્પટીમાં બંગ ભસ્મ અને થરાદ ભસ્મ ૨-૨ તોલા મેળવીને સપ્તામૃત પર્પટી બનાવવામાં આવે છે.

આ પર્પટી જુદા-જુદા અનુપાનથી આંતરડાના રોગો પર વાપરવામાં આવે છે. જીર્ણ રક્તાતિસારમાં આ પર્પટીનો ક્રમશઃ ૧-૧ રતીથી વધીને ૯ રતી સુધીનો પ્રયોગ મુખ્યત્વે કરવામાં આવે છે. આ પર્પટીનો કલ્પ કરવામાં આવે તો આંતડાના જૂનામાં જૂના રોગો મટી જાય છે.

કુટજાવલેહઃ
આ કુટજાવલેહ આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ સારંગ-ઘર સંહિતાની પ્રસિદ્ધ બનાવટ છે.

માત્રાઃ ૧થી ૨ તોલા, દિવસમાં ત્રણ વખત ચાટી આ અવલેદહથી આંતરડામાં થતો દાહ, લોહી અને જવું આમનું પડવું, ઝાડાનો ઉપદ્રવ અને અમ્લપિત્ત મટી જાય છે. ટૂંકમાં રક્તાતિસાર માટે આ ઔષધ મેં ખૂબ જ છૂટથી વાપરીને રોગીઓને સારા થતાં જાયા છે. આ ઔષધ આંતરડાના દર્દીઓએ છૂટથી વાપરવા જેવું છે. બોલ પર્પટી (ર.તં.સા)
ઘટકઃ શુદ્ધ પારદ અને શુદ્ધ ગંધક ૨૦-૨૦ ગ્રામ હીરાબોળ ૪૦ ગ્રામ મેળવી પર્પટી વિધિથી સીદ્ધ કરવું.
માત્રાઃ ૨૪૩ મિ.ગ્રા.થી ૧ ગ્રામ સુધી.

ગુણઃ રક્તાતિસાર, રક્તપિત્ત અને રક્તસ્ત્રાવમાં લાભપ્રદ.
કાચાબીલાનું ચૂર્ણ ૨૦ ગ્રામ રાત્રે ૧ કપ પાણીમાં પલાળી, મસળી ૧ ગ્રામ સવારે એકવાર પીવું. પાણી સાથે.
– નિરંજન ફળ સવારે ૧ કપ પાણીમાં પલાળી, મસળી રાત્રે એકવાર ગાળીને પીવું. પાણી સાથે.
– બોલ પર્પટી ૨૪૩ મિ.ગ્રા.ચંદ્રફળ, ૨૪૩ મિ.ગ્રા. ઈન્દ્રજળ ૨૪૩ મિ.ગ્રા. પ્રણાલપીષ્ટી ૨૪૩ મિ.ગ્રા. નાગકેશર ૬૮૬ મિ.ગ્રા. સવાર-બપોર-સાંજ સુખડના ઘસારા અને સાકર સાથે. ડો.શ્રીરામ વૈદ્ય, ૯૮૨૫૦૦૯૨૪૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.