Western Times News

Gujarati News

ડોકટરે 50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી લાશના ટુકડા કરી મગરોને ખવડાવ્યા

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ટેક્સી ચાલકોની હત્યા કરી મગરોને ખવડાવનારા સીરિયલ કિલર આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે. ગુનાઈત જગતમાં તેને ‘ડૉક્ટર ડેથ’ના નામે ઓળખવામાં આવે છે. પોલાસીના હાથે ચઢેલા આરોપી દેવેન્દ્ર શર્મા પર હત્યા સિવાય કિડની રેકેટમાં પણ સામેલ હોવાનો આરોપ છે.

આરોપો અનુસાર, તેણે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ૫૦થી વધુ ટેક્સી ચાલકોની હત્યા સિવાય ૧૯૯૪થી ૨૦૦૪ વચ્ચે ગેરકાયદે રૂપે ૧૨૫થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટ કરવાનો પણ આરોપ છે. દેવેન્દ્ર શર્મા પેરાલ લઈને ફરાર થયા બાદ રાજસ્થાનના દૌસાના એક આશ્રમમાં પુજારી બનીને રહેતો હતો. પોલીસ આરોપી સાથે પૂછપરછ કરીને તેના નેટવર્કની તપાસ કરી રહી છે. Doctor Death‘ Devendra Sharma arrested in Dausa, Rajasthan

ગુનેગાર ૬૭ વર્ષીય દેવેન્દ્ર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તેની સામે હત્યા, અપહરણ, લૂંટ સહિત ૨૭ કેસ દાખલ છે અને તેને દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં સાત અલગ-અલગ મામલે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ગુડગાંવની કોર્ટે ટેક્સી ચાલકની હત્યાના મામલે તેને મોતની સજા સંભળાવી હતી. તેણે ૫૦થી વધારે લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. Serial killer ‘Doctor Death’, who fed victims to crocodiles, nabbed from Rajasthan ashram

ગુનાઓના સાર્વજનિક થયા બાદ તેણે ૨૦૦૪માં પોતાની પત્ની અને બાળકોને છોડી દીધા હતા. તે વર્ષ ૨૦૨૩માં તિહાડ જેલથી પેરોલ મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો, ત્યારથી પોલીસ તેની તપાસ કરી રહી હતી.

ક્રાઇમ બ્રાન્ચે અલીગઢ, આગ્રા, પ્રયાગરાજ, જયપુર અને દિલ્હીમાં તેના ઠેકાણા તેમજ નેટવર્ક પર નજર રાખી રહી હતી. પોલીસને બાતમી મળી હતી કે, દેવેન્દ્ર શર્મા રાજસ્થાનના દૌસા સ્થિત એક આશ્રમમાં પુજારીના રૂપે સંતાયેલો છે.

ઉમેશ બડથવાલની ટીમે યોજના હેઠળ રાજસ્થાનના દૌસા સ્થિત આશ્રમમાં અનુયાયી હોવાનો ડોળ કરી આરોપીની મુલાકાત કરી છે. આ સુનિશ્ચિત કરવા માટે તેના પર નજર રાખવામાં આવી કે, તે ડૉ. દેવેન્દ્ર શર્મા છે કે નહીં. પુષ્ટિ થયા બાદ ટીમે તેને ઝડપી પાડ્યો અને પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાઈત ભૂતકાળની કબૂલાત કરી અને સ્વીકાર કર્યો કે, તે ક્્યારેય જેલમાં પરત ન ફરવા માટે ઈરાદાથી પેરોલ પર બહાર આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.