મરેંગો સિમ્સ હોસ્પિટલના ડોકટરોએ દર્દીઓ સાથે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતાની ઉજવણી કરી

Doctors at Marengo CIMS Hospital celebrate the success of kidney and liver transplant
- કાર્યક્રમમાં જે દર્દીઓએ ભાગ લીધો હતો તેમણે જીવંત દાતાઓ અને મૃતકના દેહદાનમાંથી અંગો મેળવ્યા હતા
- મરેંગો સિમ્સ હોસ્પિટલ ભારતના પશ્ચિમ વિસ્તારમાં અંગ પ્રત્યારોપણ માટે જાણીતી છે
અમદાવાદ, મરેંગો સિમ્સ હોસ્પિટલે હેલ્થકેર ફેસિલિટી ખાતે કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની સફળતાની ઉજવણી કરવા માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટની ટીમે અમદાવાદના સોલા ખાતેના આર કે રોયલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ડો. સિદ્ધાર્થ માવાણી, ડો. પંકજ શાહ, ડો. મયુર પાટીલ અને ડો. રેચલ શાહ, ડો. વિકાસ પટેલ અને અન્ય ડોક્ટરોની ટીમે આ કાર્યક્રમમાં વિસ્તારથી પ્રવચનો આપ્યા હતા. ડો. માવાણી અને તેમની ટીમે કિડનીની નિષ્ફળતા દર્શાવતા લક્ષણોની ગંભીરતા અને આ લક્ષણોને દૂર કરવા માટે જરૂરી તાત્કાલિક તબીબી હસ્તક્ષેપના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના ડિરેક્ટર ડો. સિદ્ધાર્થ માવાણીએ જણાવ્યું હતું કે “કિડનીના રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને તેના વિશેની જાગૃતતા પ્રમાણમાં ઓછી છે. જો સમયસર સારવાર શરૂ કરવામાં ન આવે તો જીવલેણ બની શકે તેવા મુખ્ય રોગો પૈકીનો એક રોગ છે.
કિડની રોગના સંશોધનો અને અભ્યાસો દર્શાવે છે કે ભારત અને ચીન કિડનીના ગંભીર રોગમાં વૈશ્વિક સ્તરે આગળ છે. કિડનીનો રોગ એ સૌથી ગંભીર પરિસ્થિતિઓમાંની એક છે અને અનેકવાર જોવાયું છે કે તે ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂળતાના લીધે થઈ શકે છે. છેલ્લા તબક્કાની કિડની ફેલ્યોર માટેના સારવારના વિકલ્પોમાં ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અથવા કોમ્પ્રિહેન્સિવ કન્ઝર્વેટિવ કેરનો સમાવેશ થાય છે. ડાયાલિસિસ ઘરે કરી શકાય છે, જેનાથી રોજબરોજની જીવનશૈલીમાં ઓછો વિક્ષેપ પડે છે અને તેના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.”
મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે, “મરેંગો સિમ્સ હોસ્પિટલ અંગ પ્રત્યારોપણ દ્વારા જીવન બચાવવામાં પ્રશંસનીય કાર્ય કરી રહી છે. આ સર્જીકલ પ્રોસીજરનું નેતૃત્વ કરનાર ડોકટરોની ટીમો ન કેવળ તેમના કામ પ્રત્યે ઉત્સાહી છે, પણ તેમના દર્દીઓની તબિયતમાં શ્રેષ્ઠતમ સુધારો લાવવા માટે પણ જુસ્સો ધરાવે છે.
મરેંગો સિમ્સ હોસ્પિટલના ડોકટરો શ્રેષ્ઠ પરિણામો આપવા અને ઊંચા માપદંડો નિર્ધારિત કરવા માટેના મક્કમ નિર્ધારના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખશે.”
આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા માટે 100થી વધુ કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓએ હાજર રહીને તેમનું જીવન બચાવવા માટે તેમના પર કરવામાં આવેલી સર્જરીની સફળતા દર્શાવવા માટે એકતા દર્શાવી હતી. આ દર્દીઓમાં જીવંત વ્યક્તિઓના અને મૃતકોના એમ બંને પ્રકારના અંગદાનનો સમાવેશ થાય છે
જેમાં તેમને તેમના જીવન બચાવવા માટે જરૂરી અંગો પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમમાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી હતી જેમાં દર્દીઓ પણ અનેક રમતો રમ્યા હતા. અંગેઅંગમાં રોમાંચ ભરી દેતા મ્યુઝિકે પણ સૌના આનંદમાં વધારો કર્યો હતો.
તાજેતરના અભ્યાસ મુજબ લગભગ 10-12% ભારતીય વસ્તી કોઈને કોઈ પ્રકારની કિડનીની બીમારીથી પીડાય છે. મુખ્ય કારણ ઘણીવાર ડાયાબિટીસને આભારી છે. થોડા વર્ષો પહેલા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું કે ભારતમાં લગભગ 77 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે, 38 મિલિયનમાં કિડનીની સમસ્યાના કેટલાક સંકેતો જોવા મળ્યા હતા.
હાલમાં, અમે બ્લડ ગ્રુપ મિસમેચ (એબીઓ અસંગતતાઓ) અને સંયુક્ત લિવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી પ્રોસીજર સાથે જટિલ કેસોમાં સફળતા મળતી જોઈ છે. ભવિષ્યમાં સ્વાદુપિંડના લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટની પણ કલ્પના કરવામાં આવી છે.
ક્લિનિકલ ટ્રાયલ્સમાં નવા મોલેક્યુલ એકવાર નિષ્ફળતાનું નિદાન કર્યા પછી કિડનીની સ્થિતિ બગડવાના નિવારણને વ્યાખ્યાયિત કરે છે. કૃત્રિમ પહેરી શકાય તેવી કિડની, ઝેનો ટ્રાન્સપ્લાન્ટ જેમાં પ્રાણીઓમાંથી કિડની કાઢવામાં આવે છે અને મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રે પણ કિડનીની સંભાળમાં ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે.
છેલ્લા દાયકામાં નવી ટેક્નોલોજીનો ઝડપી ઉદભવ થયો છે જે મોટી સફળતાઓ તરફ દોરી શકે છે. આ ટેક્નોલોજીઓ દર્દીના ડેટા માટે વધુને વધુ ઉપલબ્ધ અને સુલભ બનવા માટે તૈયાર છે અને પરિણામે સારવારને વધુને વધુ સસ્તી બને છે. ઈએમઆર સમર્થિત જૈવિક વિજ્ઞાનની પ્રગતિ અને ઇમેજિંગ પદ્ધતિમાં ટેક્નોલોજીકલ સુધારાથી કિડનીની સંભાળની સારવારને પુષ્કળ પ્રમાણમાં ઉત્પ્રેરિત કરી છે અને તેનાથી થતા મૃત્યુના કેસોમાં ઘટાડો થયો છે.