Western Times News

Gujarati News

અમદાવાદમાં રહેતો ડો. પતિ તલાટી પત્નિને કારથી કચડી નાંખવા વડોદરા ગયો હતોઃ પ્લાન નિષ્ફળ

પ્રતિકાત્મક

વડોદરામાં વાઘોડિયા-ખેરવાડી રોડ પરની ઘટનાં-અમદાવાદમાં રહેતો પતિ 

મહિલા તલાટીને કારથી કચડીને મારવાનો તબીબ પતિનો પ્રયાસ

વાઘોડિયા, વાઘોડિયા-ખેરવાડી રોડ પર તવરા ગામ પાસે સમી સાંજે વ્યારા ગ્રામ પંચાયતના મહિલા તલાટી તવરા ગામ પાસેથી પસાર થતાં હતા. ત્યારે તેમના ડૉક્ટર પતિએ કારથી કચડી નાંખી તેમને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતાં વાઘોડિયા પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આશરે છ મહિના પહેલાં વાઘોડિયા તાલુકાના વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અમીબેન પ્રકાશભાઈ શાહ (ઉ.૩૦, રહે.વાઘોડિયા) પોતાની ફરજ પરથી પરત વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તવરા ગામ નજીક તેમની એક્ટિવા પાછળ ચોરી છૂપી પીછો કરી સ્વીકાર કાર પૂરપાટ ઝડપે હંકારી લાવી તેમના પતિ ડૉ. પ્રતિક રસિકભાઈ મહેતા હાલ રહે. અમદાવાદે પત્નીને કચડી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં પત્ની એક્ટિવા સહિત સો ફૂટ સુધી ઘસેડાઈ હતી. માથા તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારથી ઈજાગ્રસ્ત તલાટી અમીબેનને ત્યાંથી પસાર થતાં એક શિક્ષિકાએ હોસ્પિટલ ખસેડવા ૧૦૮ને ફોન કર્યો હતો. જો કે, મહિલાની સ્થિતિ જોતાં અને સમયસર ઈમરજન્સી વાન મદદે નહીં પહોંચતા ત્યાંથી પસાર થતી એક ઓળખીતાની કારમાં પ્રથમ વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ

વડોદરા અકોટા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે દાખલ કરાયા હતા. અકસ્માતના પગલે રાહદારીના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ જતાં કારને અકસ્માતના સ્થળથી ૧૦૦ મીટર દૂર લોકોએ ઝડપી પાડી હતી. બીજી તરફ મહિલાના આરોપી ડૉક્ટર પતિનો પ્લાન નિષ્ફળ જતાં તેણે જાતે જ પોતાને ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.