શાહ પેપર મિલની તપાસમાં ૩૦૦ કરોડથી વધુના દસ્તાવેજાે મળી આવ્યા
સુરત, આવકવેરા વિભાગ દ્વારા વાપી ઉદ્યોગનગર સ્થિત શાહ પેપર મીલના યુનિટ મુંબઈમાં કાર્યલય અને સંચાલકોના નિવાસસ્થાન સહિત કુલ ૧પ સ્થળોએે દરોડો પાડી સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. Documents worth more than 300 crores were found in the investigation of Shah Paper Mill
જેે રવિવારે રાત્રે પૂરી થઈ ગઈ હતી. તપાસમાં ૩૦૦ કરોડથી વધુના દસ્તાવેજાે આવક વેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. તે સાથે જ રૂા.ર.રપ કરોડ રોકડ, ર કરોડની જ્વેલરી અને ખરીદ વેચાણના દસ્તાવેજાે સહિત લોન સહિતના હિસાબી ચોપડા વિભાગે જપ્ત કરી તપાસ આદરી છે.
તપાસ પછી ટેક્ષચોરી વિશે સ્પષ્ટતા થશેેે સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાપી ડીઆઈ વિંગ દ્વારા ગુરૂવારે વાપી ડીઆઈ વિંગના એડીશ્નલ ડાયરેક્ટર તેમજ વાપી, મુંબઈ, રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ સાથે શાહ પેપર મીલ, સંચાલકોના ઘરે અને મુંબઈ આવેલી ઓફિસમાં સર્ચની કાર્યવાહી વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી.
આવક વેરા વિભાગને પેપર મીલની છેલ્લા અમુક વર્ષોથી ઈન્કમ ટેક્ષ રીટર્નમાં દર્શાવેલી માહિતી સંતોષકારક ન જણાતાં તપાસનો રેલો પહોંચ્યો હતો.
ચાર દિવસ સુધીની કાર્યવાહી દરમ્યાન લોનના ડોક્યુમેન્ટ અને જમીન ખરીદના હિસાબી કાગળ પણ જપ્ત કર્યા હતા. અધિકારીઓનેે આશંકા છે કે ખરીદી અને ીલોનના હિસાબો બોગસ છે. આવક વેરા વિભાગની કાર્યવાહી તમામ સ્થળો પર ચાર દિવસ સુધી ચાલી હતી.