Western Times News

Gujarati News

ડોડલા ડેરી લિમિટેડનો IPO 16 જૂન, 2021ના રોજ ખુલશે

·         પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 421થી રૂ. 428 નક્કી થઈ

·         ઓફર 16 જૂન, 2021ને બુધવારથી 18 જૂન, 2021ને શુક્રવાર સુધી ખુલ્લી રહેશે

મુંબઈ, ડોડલા ડેરી લિમિટેડનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, “ઓફર”) 16 જૂન, 2021ના રોજ ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 421થી રૂ. 428 નક્કી થઈ છે. બિડ લઘુતમ 35 ઇક્વિટી શેરમાં અને પછી 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. Dodla-Dairy-likely-to-bring-Rs.-500-crore-IPO

આઇપીઓમાં કુલ રૂ. 500 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ અને 10,985,444 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફર ફોર સેલ ટીપીજી ડોડલા ડેરી હોલ્ડિંગ્સ પીટીઇ લિમિટેડના 9,200,000 ઇક્વિટી શેર (“રોકાણકારો વિક્રેતા શેરધારક”) અને ડોડલા સુનિલ રેડ્ડીના 416,604 ઇક્વિટી શેર અને ડોડલા ફેમિલી ટ્રસ્ટના 1,041,509 ઇક્વિટી શેર (“પ્રમોટર વિક્રેતા શેરધારકો”) તથા ડોડલા દીપા રેડ્ડીના 327,331 ઇક્વિટી શેર (“પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારક”)  ધરાવે છે.

ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)નું પાલન કરીને અને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં સમયેસમયે થયેલા સુધારા (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી) અંતર્ગત બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (“ક્યુઆઇબી”) (“ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે,

જેમાં શરત એ છે કે, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”).  સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે,

જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)નો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય) માટે સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો આરઆઇબીને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.

તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત એએસબીએ એકાઉન્ટની વિગત પ્રદાન કરવી અને આરઆઇબીના કેસમાં યુપીઆઈ મિકેનિઝમના ઉપયોગ કરવા યુપીઆઇ આઇડીની જાણકારી આપવા જરૂરી છે, જો લાગુ પડે તો, જેમાં બિડની સંબંધિત રકમ એસસીએસબી કે યુપીઆઈ મિકેનિઝમ અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા બ્લોક થશે.

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.