શું વધુ પડતી ઊંઘ પણ બીમારી લાવે છે ?
ક્યારેય ઊંઘતા ન હોય તેવા લોકોની તુલનામાં જે લોકો સામાન્ય રીતે દિવસ દરમિયાન ઊંઘતા હોય છે તેમને સ્ટ્રોક આવવાની શક્યતા ર૪ ટકા વધુ હોય છે
વધુ પડતી ઉંઘ પણ શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે દરરોજ ૮ કલાકની ઉંઘની જરૂર છે, પરંતુ વધોર પડતું ઉઘવું શરીર માટે ખૂબ જ હાનિકારક છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ હાઈપરટેન્શનમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ ૬૦ વર્ષ કે તેથી ઓછી ઉંમર ધરાવતા લોકો કે જેઓ દરરોજ વધારે ઉંઘે છે. તેમનામાં ભાગ્યે જ ઉંઘ લેનારા લોકોની સખરામણીમાં હાઈ બ્લ્ડપ્રેશર થવાનું જાેખમ ર૦ટકા વધી જાય છે. પરિણામોમાં આવ્યું કે વધારે પડતી ઉંઘ લેવાથી હાઈપરટેન્શન અને સ્ટ્રોકની શકયતાઓ વધી જાય છે. આ અભ્યાસમાં ૩,૬૦,૦૦૦ લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોએ યુકે બાયોબેંકને તેમની સુવાની ટેવ વિશેની માહિતી આપી હતી. આ અભ્યાસમાં લોકોએ નિયમિત ધોરણે લોહી, પેશાબ અને લાળના નમૂનાઓ પુરા પાડ્યા હતા અને ચાર વર્ષના આ અભ્યાસ દરમિયાન ઉંઘ સાથે જાેડાયેલા તમામ પ્રશ્રોના જવાબ આપ્યા હતા.
અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા હદય અને મગજને તંદુરસ્ત રાખવા માટે તેના આઠ જરૂરી મેટ્રિકસમાંનો એક એવા ઉંઘનો સમયકાળ પણ ઉમેર્યો છે. સંશોધકોએ હાઈપરટેન્શનનું ઉચું જાેખમ ધરાવતાં લોકોને આ અભ્યાસમાંથી બાકાત રાખ્યા બાદ પણ આ પરિણામો સાચા ઠર્યા હતા, જેમ કે ટાઈપ-ર ડાયાબિટીસ, વર્તમાન સમયમાં હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સ્લીપ ડિસઓર્ડર ધરાવતા હોય અને જેમણે નાઈટ-શિફટમાં કામ કર્યું હતું, તે તમામ લોકોને અભ્યાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
જાે તમે કયારેક બપોરના સમયે ૧૦-૧પ મિનિટનું હળવું ઝોકું ખાવ છો તો સામાન્ય છે પણ જાે આ ઝોકા આ સમયગાળા કરતા વધી જાય અને તમારું રુટિન બની જાય તો તે તમારા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. જાેકે દિવસ દરમિયાન ઝોકાં આવવા પાછળ મુખ્યત્વે એક જ કારણ જવાબદાર છે અને તે છે રાતની નબળી ઉંઘ રાત્રે નબળી ઉંઘ એ નબળા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.
આ અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે કયારેય ઉંઘના ન હોય તેવા લોકોની તુલનામાં જે લોકો સામાન્ય રીતે દિવસ દરમિયાન ઉંઘના હોય છે તેમને સ્ટ્રોક આવવાની શકયતા ર૪ટકા વધુ હોય છે તથા હાઈ બ્લડપ્રેશર થવાનું જાેખમ ૧ર ટકા વધુ હોય છે. વધારે પડતી ઉંઘ લેવાથી ડિપ્રેશન પણ આવે છે. વધુ પડતી ઉંઘથી મગજમાં ડોપામાઈન અને એરોટોનિન હોર્મોન્સનું સ્તર ઘટે છે. આ ઉપરાંત સ્વભાવ ચીડિયો બની જાય છે. જે લોકો વધુ ઉંઘે છે તેમને હદયરોગનું પણ જાેખમ રહે છે. એટલું જ નહી, વધુ પડતી ઉંઘ યાદશક્તિને પણ અસર કરે છે મતલબ કે યાદશક્તિ નબળી પડે છે.