Western Times News

Gujarati News

અરબાઝના જીવનમાં દખલગીરી કરતી નથી: મલાઈકા અરોરા

મુંબઈ, ૨૦૧૭માં ડિવોર્સ થયા બાદ અરબાઝ ખાન તેનાથી ૨૨ વર્ષ નાની જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંને અવારનવાર હેન્ગઆઉટ કરતાં અને પાર્ટીમાં સાથે હાજરી આપતાં જાેવા મળે છે. જાે કે, છેલ્લા કેટલાક દિવસથી તેમનું બ્રેકઅપ થયું હોવાની રિપોર્ટ્‌સ ફરી રહ્યા છે.

પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ વિશે પુષ્ટિ કરી નથી કે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હાલમાં જ કરણ જાેહરે મલાઈકા અરોરા પાસેથી બંનેના બ્રેકઅપ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે તેના શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકામાં હાજર રહ્યો હતો. અલગ થયા બાદ અરબાઝ અને તેના સંબંધો કેવા છે તે અંગે ફિલ્મમેકરે સવાલ કરતાં એક્ટ્રેસ-મોડલે કહ્યું હતું ‘મને લાગે છે કે અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે.

અમારા એકબીજા સાથેના સંબંધો પહેલા કરતાં ઘણા સારા છે. મલાઈકાનો જવાબ સાંભળી કરણે અરબાઝ અને જ્યોર્જિયાના બ્રેકઅપની ખબરો વિશે પૂછ્યું હતું. તેણે સવાલ કર્યો હતો ‘જ્યારે હાલમાં જ તેનું બ્રેકઅપ થયું તો શું તે તેના વિશે વાત કરી?’, તેના પર મલાઈકાએ કહ્યું, તેને આ બ્રેકઅપ વિશે ખાતરી નથી.

તે ક્યારેય પણ અરબાઝ કે દીકરા અરહાન વિશે આ મુદ્દે વાત કરતી નથી. તેણે ઉમેર્યું હતું ‘પ્રામાણિકતાથી કહું તો, હું આવા સવાલ કરતી નથી. હું અરહાન થકી પણ અરબાઝના જીવનમાં શું ચાલી રહ્યુ છે તે જાણવાનો પ્રયાસ કરતી નથી. મને આ પસંદ નથી.

મને લાગે છે કે, હું લાઈન ક્રોસ કરી રહી છે. ઘણા કપલ ડિવોર્સ બાદ બાળકો પાસેથી માહિતી મેળવતા રહે છે. પરંતુ હું તેમાંથી એક નથી. આ બધાથી દૂર રહેવાનું મને ગમે છે.

મલાઈકાએ પોતાના શોના પહેલા એપિસોડમાં ફરાહ ખાન સાથે વાત કરતાં ડિવોર્સ અને પહેલા લગ્ન વિશેના કેટલાક સિક્રેટ જણાવ્યા હતા. તેણે નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હોવાનું જણાવતાં કહ્યું હતું ‘હું ગમે તેમ કરી ઘર બહાર નીકળવા માગતી હતી અને તેથી લગ્ન કરી લીધા.

કોઈને ખબર નથી કે મેં અરબાઝને પ્રપોઝ કર્યું હતું. જાે કે, ધીમે-ધીમે સંબંધોમાં કડવાશ આવી ગઈ. તેઓ એકબીજા માટે નેગેટિવ થઈ ગયા અને તેથી અલગ થવાનું નક્કી કર્યું’. જણાવી દઈએ કે, મલાઈકા છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી તેનાથી ઉંમરમાં નાના અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.