Western Times News

Gujarati News

ડોમેસ્ટિક એરલાઇન્સ માટે IMD સાથે હવામાનના ડેટાનું શેરિંગ ફરજિયાત થશે

રોજ ૬,૦૦૦થી વધુ ટેક-ઓફ અને લેન્ડિંગ થતાં હોવાથી મહત્વનો ડેટા મળી શકે

દેશના જુદાજુદા ભાગોમાં નવા એરપોટ્‌ર્સ બની રહ્યા છે ત્યારે હવામાન વિભાગ પાસે વ્યાપક પ્રમાણમાં ભૌગોલિક વિસ્તારનો ડેટા ઉપલબ્ધ બનશે

નવી દિલ્હી,વિમાનોએ ટેક-ઓફ અને લેન્ડિંગ વખતે મેળવેલા હવામાનના ડેટાને ઇન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) સાથે શેર કરવાનું ફરજિયાત બનાવવાની દિશામાં સરકાર વિચારી રહી છે. તેને લીધે હવામાનની આગાહી વધુ સારી રીતે કરી શકાશે. આઇએમડી તાપમાન, ભેજ અને પવનની ગતિનો મહત્વનો ડેટા એકત્ર કરવા ૫૦-૬૦ સ્ટેશન્સે ‘વેધર બલૂન્સ’ લોન્ચ કરે છે. દેશભરમાં ડોમેસ્ટિક એરલાઇન્સ દ્વારા જુદાજુદા શહેરોમાં દરરોજ ૬,૦૦૦થી વધુ ટેક-ઓફ અને લેન્ડિંગ થતા હોવાથી હવામાન વિભાગને એરલાઇન્સ પાસેથી ઘણો મહત્વનો ડેટા મળી શકે.

અર્થ સાયન્સિસ મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, “મંત્રાલય આ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ચર્ચામાં છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે એક વર્ષમાં હવામાનનો ડેટા પૂરો પાડવાનું ફરજિયાત બનાવાશે.” તેમણે કહ્યું હતું કે, “તે ફરજિયાત હોવું જોઇએ. એરલાઇનના કામકાજ ઉપરાંત,
જુદાજુદા સ્થળોના હવામાન માટે તે ઉપયોગી બનશે.” રવિચંદ્રને જણાવ્યું હતું કે, “દેશના જુદાજુદા ભાગોમાં નવા એરપોટ્‌ર્સ બની રહ્યા છે ત્યારે હવામાન વિભાગ પાસે વ્યાપક પ્રમાણમાં ભૌગોલિક વિસ્તારનો ડેટા ઉપલબ્ધ બનશે.” રવિચંદ્રને જણાવ્યું હતું કે, “મેદાન પરના હવામાન કરતાં વિમાનો દ્વારા હવામાં એકત્ર કરાયેલો ડેટા વાતાવરણનું સંપૂર્ણ ચિત્ર પૂરું પાડે છે.

ચક્રવાત કે વાવાઝોડા જેવી હવામાનની સિસ્ટમ હવામાનમાં આકાર લે છે. જેમાં તાપમાન, ભેજ અને પવનની સ્થિતિ જુદીજુદી ઊંચાઇએ મહત્વનો ભાગ ભજવે છે. આ ડેટા એકત્ર કરીને તરત જમીન પર મોકલાય છે અને હવામાનની આગાહીના મોડલમાં તેને સાંકળી લેવામાં આવે છે. ઇન્ટરનેશનલ રુટ પર વિમાનો હવામાનનો ડેટા પૂરો પાડે છે. કારણ કે તે કાયદાકીય જરૂરિયાત છે. જોકે, ડોમેસ્ટિક એરલાઇન્સ માટે તે ફરજિયાત નહીં હોવાને કારણે તે ડેટા પૂરો પાડતી નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.