ગેમ્સમાં ગુજરાતી મહિલાઓનો દબદબો
૨૦૨૩નું વર્ષ… અલવિદા થઈ રહ્યું છે અને એ…ઈતિહાસનું એક પ્રકરણ બને એ પહેલાં આ વર્ષ દરમ્યાન ગુજરાતની કેટલીક મહિલા ખેલાડીઓએ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરીને ગુજરાતનું નામ રોશન કરેલ છે. તો ચાલો આપણે આવી ગૌરવશાળી ખેલાડીઓની સિદ્ધિને જાણીએ અને તેને માણતા માણતા ૨૦૨૩ના વર્ષને બાય બાય ગુડબાય કહીએ.
ભાવિના પટેલ – ટેબલ ટેનિસ
પેરા ઓલિમ્પિક મેડલિસ્ટ ભાવિના પટેલ એ ચીનમાં યોજાયેલ પેરા એશિયન ગેઈમ્સની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફેબ – માર્ચ મહિનામાં તો ભાવિનાએ ગોલ્ડ મેડલની હેટ્રિક સર્જીને નવો ઈતિહાસ આલેખ્યો હતો. આઈટીટીએફ પેરા ઓપન ગીઝા (ઈજીપ્ત) માં સિંગલ્સ, સોનલ પટેલ સાથે ડબલ્સ અને જસવંત ચૌધરી સાથે મિકસડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ્સ મેળવી ગોલ્ડન હેટ્રિક સર્જી હતી.
આ પછી દસ દિવસમાં એસઆઈટીટીએફ કોસ્ટાબ્રાવા સ્પેનિશ પેરા ઓપન-૨૦૨૩માં સોનલ પટેલ સાથે ડબલ્સમાં ગોલ્ડ મેડલ અને સિંગલ્સ તેમજ મિક્સ્ડ ડબલ્સમાં જશવંત ચૌધરી સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં યોજાયેલા આઈટીટીએફ થાઈલેન્ડ પેરા ઓપનમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ ભાવિના એ. ઓલિÂમ્પક અને પછી તરત જ એશિયાડમાં મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ ઐતિહાસિક મહિલા ખેલાડી બની છે.
ગીતા એસ. રાવ – સાઈકલિંગ
એક પગ ક્ષતિગ્રસ્ત હોય માત્ર એક પગ વડે થાઈલેન્ડમાં ડિસેમ્બર મહિનામાં યોજાયેલ ૫૦૦ મી. આઈટીટીડબલ્યુસી-૨ વર્લ્ડ એબીલીટી સ્પોર્ટ્સ ગેમ્સ-૨૦૨૩ માં પ્રથમ ક્રમે રહીને ગીતા રાવએ ગોલ્ડમેડલ અપાવવાનું ગૌરવ ગીતાએ મેળવ્યું હતું. માર્ચ-૨૦૨૩માં “ધ એશિયન અલ્ટ્રા સાઈકલિંગ ચેમ્પિયનશિપ” કે જે ૩૬૫૧ કિલોમીટરની સૌથી મોટી સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. ચીનમાં હાંગઝોઉ ખાતે યોજાયેલ ‘એશિયન પેરા ગેઈમ્સ’માં રોડ એન્ડ ટ્રેક સાઈકલિંગ ઈવેન્ટમાં પ્રથમ વખત ભારત ભાગ લીધો હતો અને પ્રથમ ભારતીય મહિલા તરીકેનું ગૌરવ મેળવ્યું હતું. અહીં તેમણે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. માત્ર એક પગ વડે જ ૧,૧૫,૦૦૦ કિલોમીટરનું સાઈકલિંગ કરવાનો અદ્ભૂત રેકોર્ડ ધરાવે છે.
વૈદેહી ચૌધરી – ટેનિસ
ટેનિસ પરી વૈદેહીએ ગોવામાં યોજાયેલ નેશનલ ગેઈમ્સમાં મહિલા સિંગલ્સમાં તેમજ મહિલા ટીમમાં ગોલ્ડ મેડલ મેળવવાનું ડબલ ગૌરવ મેળવ્યું હતું. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં પણ ગ્વાલિયર ખાતે યોજાયેલ આઈટીએફ વુમન્સ ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સમાં રશિયાની કસેનિયાને હરાવીને ટાઈટલ મેળવ્યું હતું તેમજ એમની સાથે જ જોડી બનાવીને ડબલ્સનું ટાઈટલ મેળવવાની પણ સિદ્ધિ નોંધાવી હતી. ફેબ્રુઆરી મહિનામાં ગુરુગ્રામ ખાતે આઈટીએફ ૧૫૦૦૦ ઈવેન્ટમાં સિંગલ્સનું ટાઈટલ મેળવ્યું હતું.
જ્યારે ઝજ્જર ખાતે ઝીલ દેસાઈ સાથે ડબલ્સ રમતા રનરઅપનું ટાઈટલ મેળવ્યું હતું. જૂન મહિનામાં થાઈલેન્ડ ખાતે યોજાયેલ આઈટીએફ ડબલ્યુ ૨૫ થાઈલેન્ડ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સ ભામી દીપ્તિ શ્રીવલ્લીની સાથે જીતી હતી તેમજ જુલાઈ માસમાં આઈટીએફ પ્રો સર્કિટ વિમેન્સ ૨૫ કે, ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સની રનરઅપ રહી હતી. ઓક્ટોબર માસમાં યોજાયેલ ૨૮મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સમાં રનરઅપ અને ડબલ્સમાં ભામી દીપ્તિ શ્રેવલ્લી રÂશ્મકા સાથે ટાઈટલ મેળવ્યું હતું. જ્યારે વર્ષના અંતે અમદાવાદમાં યોજાયેલ આઈટીટીએફ ૧૫કે, ટુર્નામેન્ટમાં ડબલ્સનું ટાઈટલ ભામી દીપ્તિ સાથે મેળવ્યું હતું.
ઝીલ દેસાઈ – ટેનિસ
ઝીલ દેસાઈએ ગોવામાં પણજી ખાતે યોજાયેલ ૩૭માં ‘નેશનલ ગેઈમ્સ’માં ટેનિસની મહિલા ટીમની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વુમન્સ સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ઝજ્જર ખાતે યોજાયેલ આઈટીએફ ઝજ્જર વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઈટલ અને ડબલ્સમાં વૈદેહી ચૌધરી સાથે રનરઅપનું ટાઈટલ મેળવ્યું હતું. આ મહિનામાં જ ગુરુગ્રામ ખાતે યોજાયેલ આઈટીએફ ૧૫૦૦૦ ઈવેન્ટમાં પુત્રિન સાથે રમતા ડબલ્સનું ટાઈટલ મેળવ્યું હતું. ઓક્ટોબર માસમાં ટ્યુનિશિયા ખાતે યોજાયેલ આઈટીએફ ૧૫કે ટુર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઈટલ મેળવ્યું હતું. નવેમ્બર માસમાં બેંગ્લુરુ ખાતે આઈટીએફ ૨૫ કે ટુર્નામેન્ટમાં રનર અપ રહી હતી.
અંકિતા રૈના-ટેનિસ
એશિયન ગેઈમ્સ માટે પસંદ થયેલ અંકિતાએ ગોવામાં પણજી ખાતે યોજાયેલ નેશનલ ગેઈમ્સમાં મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જાન્યુઆરી મહિનામાં પૂણે ખાતે યોજાયેલ ૪૦,૦૦૦ ડોલરના પ્રાઈઝ મની વાળી આઈટીએફ એનઈસીસી ડેક્કન
વિમેન્સમાં પાર્થના થોમબારે સાથે જોડી બનાવીને ડબલ્સનું ટાઈટલ જીત્યું હતું. માર્ચ મહિનામાં બેંગ્લૂરૂ ખાતે યોજાયેલ આઈટીએફ વિમેન્સ સિંગલમાં રનર અપનું ટાઈટલ મેળવ્યું હતું.
તસ્નીમ મીર ઃ બેડમિન્ટન
ફુલપરી તસ્નીમ મીરે ફેબ્રુઆરી મહિનામાં તહેરાન ખાતે યોજાયેલ ઈરાન ઈન્ટરનેશનલ ચેલેન્જ-૨૦૨૩ માં મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જૂન મહિનામાં માલદિવ ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટમાં રનર અપ બની હતી. જુલાઈમાં પુણે ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. નવેમ્બર મહિનામાં રાયપુર ખાતે યોજાયેલ છત્તીસગઢ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ચેલેન્જ-૨૦૨૩માં રનરઅપનું ટાઈટલ મેળવ્યું હતું.
પ્રજ્ઞા મોહન – ટ્રાયથલોન
આંતરાષ્ટ્રીય ઓલિÂમ્પક કમિટી આઈઓસી ના યંગ લીડરશીપ પ્રોગ્રામ ૨૦૨૩-૨૬ સુધી એટલે કે ૪ વર્ષ માટે ભારતમાંથી એક માત્ર પસંદ થનાર પ્રજ્ઞા મોબને નેપાળમાં પોખરા ખાતે યોજાયેલ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેÂમ્પયનશિપમાં ચેÂમ્પયન બની હતી. એટલું જ નહીં પણ સતત ત્રણ વખત ચેÂમ્પયન થવાની હેટ્રિક સર્જનાર તે એક માત્ર ગુજ્જુ મહિલા છે. ઓગસ્ટ મહિનામાં પૂણે ખાતે યોજાયેલ ટ્રાયથલોનની નેશનલ ચેÂમ્પયનશિપમાં પણ તે ચેÂમ્પયન થઈ હતી.
લક્ષિતા સાંદિલ્યા – રનિંગ
જૂન મહિનામાં સાઉથ કોરિયાના યેચીયો ખાતે યોજાયેલ “અન્ડર-૨૦ એશિયન ચેÂમ્પયનશિપ”માં ૧૫૦૦ મીટરની દોડમાં વડોદરાની ૧૮ વર્ષની મહિલા ખેલાડી લક્ષિતાએ ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. એપ્રિલમાં જુનિયર ફેડરેશનની ૧૫૦૦ મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ૮૦૦ મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે બે મેડલ્સ મેળવવાનું ગૌરવ મેળવ્યું હતું. જાન્યુઆરીમાં સાઉથ / વેસ્ટ ઝોન એઆઈયુમાં ૮૦૦ મીટરમાં સિલ્વર અને ૧૫૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પ્રથા પવાર – ટેબલ ટેનિસ
પિંગ પોન્ગ પરી પ્રથા એ યુએઈ માં યોજાયેલ ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડર ટુર્નામેટમાં ૩ મેડલ જીતીને હેટ્રિક બનાવવાની ભવ્ય સિદ્ધિ મેળવી હતી. પ્રથા એ અન્ડર – ૧૭માં મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં પ્રથા પવારે ભાવનગર, વડોદરા અને જામનગર ખાતે યોજાયેલ ચોથી, પાંચમી અને છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અન્ડર-૧૫ અને ૧૭ બંનેમાં ટાઈટલ મેળવ્યા હતા. જૂન મહિનામાં ભરૂચ ખાતે અન્ડર-૧૭નું ટાઈટલ જીત્યું હતું.