USAના ટ્રમ્પે ભારતના PM મોદી સાથે ટેલીફોનીક શું વાતચીત કરી?

file
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. ૨૦ જાન્યુઆરીએ શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે.
યુએસ સરકારના આમંત્રણ પર ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ ટ્રમ્પ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. ૨૦ જાન્યુઆરીએ શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ ટેલિફોન વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટિ્વટર પર એક પોસ્ટમાં કહ્યું, ‘મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને ઘણો આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન. અમે પરસ્પર ફાયદાકારક અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. યુએસ સરકારના આમંત્રણ પર ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ ટ્રમ્પ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ રાષ્ટ્રપતિ હતા ત્યારે વડાપ્રધાન મોદી સાથેની તેમની મિત્રતા વિશ્વભરમાં જાણીતી છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ તરત ભારત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે અને તેમણે ભારત સાથેની મિત્રતા વધુ ગાઢ બને તે માટે આજે ટેલીફોન પર વાતચીત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ટ્રમ્પે બંને મહાનુભાવોએ એકબીજાને પોતપોતાના દેશમાં આવવાનું આમંત્રણ આપ્યું હોવાનું ચર્ચાય રહયું છે.