Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને આપ્યો ઝટકો આપ્યો

તમામ મદદ બંધ કરવાનો લીધો નિર્ણય

મીડિયાના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ સરકારને મોટો ઝટકો આપ્યો છે

ઢાકા,
બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા પછી હિંદુઓ પર અત્યાચાર અને ભારત સામે શિંગડા ભરાવનારા મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને તાજેતરમાં અમેરિકન પ્રશાસન તરફથી ચોંકાવનારો નિર્ણય લેવામાં આળ્યો છે, જેનાથી યુનુસ સરકારની ઊંઘ પણ હરામ થઈ શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ બાંગ્લાદેશ સરકારને તમામ સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.અમેરિકાએ બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની સહાય બંધ કરી દીધી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ USAIDએ બાંગ્લાદેશમાં તમામ કામ બંધ કરી દીધા છે. ૨૫ જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવેલા એક પત્રમાં USAIDએ તેના ભાગીદારોને તમામ કરારો, અનુદાન અને સહાય કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. અમેરિકા દ્વારા આપવામાં આવતી વિદેશી સહાયની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.યુનાઇટેડ સ્ટેટ્‌સની એજન્સી USAID એ બાંગ્લાદેશમાં કરાર, કાર્ય-આદેશ, અનુદાન, સહકારી કરાર અથવા અન્ય સહાય અથવા પ્રાપ્તિ સાધનો હેઠળ કોઈ પણ કાર્યને તાત્કાલિક બંધ અથવા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાનો આ નિર્ણય રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશને પડ્યા પર પાટુ સમાન છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશને વધુ મોટા પડકારોનો સામનો કરવો પડશે તેવી ચર્ચા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.