Western Times News

Gujarati News

ટ્રમ્પના ટેરિફ વાર સામે ચીનનું મેટલ વોરઃ 7 ધાતુની નિકાસ રાતોરાત બંધ કરી

AI Image

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જવાબ-અમેરિકન ઉત્પાદનો પર ૮૪% ટેરિફ વધાર્યો

બેઈજીંગ, તાજેતરમાં જ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વ ખળભળી ઊઠ્‌યું છે. અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને હજુ પણ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એવું તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર ૮૪ ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ટ્રમ્પે ચીન પર ૧૦૪% પ્રતિશોધક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં ચીને આજે જાહેરાત કરી છે કે, તે ગુરુવારથી અમેરિકન વસ્તુઓ પર ૮૪ ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા ૩૪ ટકા કરતા ઘણો વધારે છે.
ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી વિશ્વ ખળભળી ઊઠ્યું છે.

અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને એમાં હજુ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એ તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને મેટલ વાર છેડી દીધું છે. આજના ટેક્નોલોજીકલ જમાનામાં જેના વિના પ્રગતી અટકી પડે એવી અત્યંત મહત્ત્વની ૭ દુર્લભ ધાતુઓની નિકાસ ચીને બંધ કરી દીધી છે. આ એવી ધાતુઓ છે જે ચીનમાં પુષ્કળ માત્રામાં મળી આવે છે અને વિશ્વમાં એની સૌથી વધુ નિકાસ ચીન જ કરે છે.

ચીને જે સાત ધાતુઓની નિકાસ બંધ કરી દીધી છે તે છે ગેડોલિનિયમ, ટર્બિયમ, સમેરિયમ, ડિસપ્રોસિયમ, સ્કેન્ડિયમ, યટ્રીયમ અને લ્યુટેટીયમ. આ તમામ ધાતુના નામ તમે કદાચ પહેલીવાર સાંભળી રહ્યા હશો.

અજાણી લાગતી આ ધાતુઓ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે તેમનો ઉપયોગ એવી ચીજવસ્તુઓ બનાવવામાં થાય છે જેને આપણે રોજબરોજની જિંદગીમાં વાપરતા હોઈએ છીએ. કેટલાય એવા ઉદ્યોગો છે જે આ ધાતુઓના અભાવે ઠપ થઈ જાય. ચીન આ ધાતુઓનું મોટામાં મોટું નિકાસકાર હોવાથી તેની આ ચાલથી વિશ્વના તમામ દેશોને અસર પડશે.

કઈ ધાતુ કેવા કામમાં આવે છે?
૧. ગેડોલિનિયમ ઃ આ ધાતુનો ઉપયોગ ચુંબક બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સામાન અને ડેટા સ્ટોરેજ ઉપકરણોમાં પણ થાય છે. સ્ઇૈં સ્કેન કરતી વખતે ગેડોલિનિયમ કેન્સરગ્રસ્ત ગાંઠો શોધવામાં મદદ કરે છે. પરમાણુ રિએક્ટરમાં પણ તેની હાજરી જરૂરી છે.

૨. ટર્બિયમ ઃ આ ધાતુનો ઉપયોગ ઈલેક્ટિÙક બલ્બ અને પારાના લેમ્પમાં થાય છે. તે એક્સ-રેને સલામત અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.

૩. સમેરિયમ ઃ આ ધાતુનો ઉપયોગ હેડફોન અને પર્સનલ સ્ટીરિયો જેવી વસ્તુઓમાં થાય છે. ઓÂપ્ટકલ લેસર અને ન્યુક્લિયર રિએક્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે.

૪. ડિસ્પ્રોસિયમ ઃ આ ધાતુ પવનચક્કીઓ અને ઈલેક્ટિÙક વાહનોમાં મજબૂત ચુંબક બનાવવા માટે વપરાય છે. તેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરના કન્ટ્રોલર રાડમાં પણ થાય છે.

૫. સ્કેન્ડિયમ ઃ આ ધાતુનો ઉપયોગ હલકી પણ મજબૂત વસ્તુઓ બનાવવા માટે થાય છે. ફાઈટર જેટ વિમાન, હાઈ-એન્ડ સાયકલ ફ્રેમ અને બેઝબોલ બેટ જેવી અનેક ચીજોને મજબૂતી આપવા માટે અને વજન ન વધે એ રીતે બનાવવા માટે આ ધાતુઓ ઉપયોગ થાય છે.

૬. યટ્રીયમ ઃ આ ધાતુનો ઉપયોગ એલઈડી લાઈટ, લેસર, કેમેરા લેન્સ અને સુપરકન્ડક્ટર બનાવવામાં થાય છે. તે કેન્સરની સારવારમાં પણ ખૂબ મદદરૂપ છે.

૭. લ્યુટેટિયમ ઃ આ ધાતુ તેલ સાફ કરવામાં મદદ કરે છે. તેલ રિફાઈનરીઓમાં હાઈડ્રોકાર્બનને તોડવા માટે તેનો ઉપયોગ થાય છે.

ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી એવી દુર્લભ ધાતુઓની નિકાસ પર રોક લગાવીને ચીને અમેરિકા સહિત દુનિયાભરના દેશોનું નાક દબાવવાનો પેંતરો અજમાવ્યો છે, કેમ કે ચીન આ ધાતુઓનું સૌથી મોટું ઉત્પાદક છે અને એના વિના ફોન, વાહનો, ઈલેક્ટિÙક ઉપકરણો, વિમાન, શસ્ત્રો જેવી કંઈકેટલીય ચીજોનું ઉત્પાદન કરવું મુશ્કેલ થઈ જાય છે.

દુનિયાને પોતાની શરતો પર ચલાવવાની આ ચાલ ચાલીને ચીને વૈશ્વિક વેપાર યુદ્ધમાં પોતાની મહત્તા સાબિત કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ખાતરી આપીને અમેરિકાએ યુક્રેન પાસેથી એની ભૂમિમાં રહેલા દુર્લભ ખનીજો હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો. ગ્રીનલેન્ડને ગળી જવા પાછળ પણ અમેરિકાનો ડોળો ત્યાંના ખનીજ-સમૃદ્ધ પેટાળ પર જ છે. આના પરથી ખ્યાલ આવે છે કે આજે ખનીજો અને ધાતુઓની દુનિયાને કેટલી જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.