“ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા ઇચ્છે છે”

File Photo
ભારત નોન ટેરિફ અવરોધો ઘટાડે, યુએસ પ્રોડક્ટ્સ ખરીદે- વેન્સની ભારતને અપીલ
(એજન્સી)જયપુર, જયપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે ભારતને ટેરિફ સિવાયના અવરોધોમાં ઘટાડો કરવાની, અમેરિકાની પ્રોડક્ટ્સ માટે બજારને વધુ ખોલવાની તથા અમેરિકન ઊર્જા અને મિલિટરી હાર્ડવેરની ખરીદીમાં વધારો કરવાનો અનુરોધ કર્યાે હતો.
તેમણે ૨૧મી સદીને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોની રૂપરેખા પણ રજૂ કરી હતી. વેન્સે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને મોદીને ‘વિશેષ વ્યક્તિ’ ગણાવ્યા હતાં અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારત અને અમેરિકાએ એક થઈને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વેન્સે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા ઇચ્છે છે. ભારત અને અમેરિકા પાસે એકબીજાને આપવા માટે ઘણું બધું છે. બંને સાથે મળીને કામ કરીને ઘણું બધું મેળવી શકે છે. આ જ કારણથી પ્રેસિડન્ટ ટ્રમ્પ અનેક રાજદ્વારી સંગઠનોમાં ભારતના નેતૃત્વનું સ્વાગત કર્યું છે.
વેન્સ ભારતના નાગરિક પરમાણુ જવાબદારી કાયદામાં સુધારો કરવા માટે મોદી સરકારની બજેટ જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું.