Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ એવા વિવાદીત પ્રમુખ છે જે પોતાના “મનની વાત સાંભળી મનનું ધાર્યુ કરે છે”

અમેરિકાના વિદાય લેતાં પ્રમુખ જો. બાઈડેન અમેરિકાની લોકશાહી, સમાનતા અને મિડીયા જગતના સ્વાતંત્ર સામે ભૌતિક અસમાનતા ખતરારૂપ ગણાવે છે ત્યારે અમેરિકન પ્રજાનો માનવ ધર્મ અને સુપ્રિમ કોર્ટનો “બંધારણીય ધર્મ” આવા ખતરા સામે સુરક્ષા પુરી પાડી શકશે ?!

ડોનાલ્ડ ટ્રમ્પ એવા વિવાદીત પ્રમુખ છે જે પોતાના “મનની વાત સાંભળી મનનું ધાર્યુ કરે છે” પરિણામે અમેરિકાની બે અદાલતોએ તેમને દોષિત ઠરાવ્યા છે ! માટે લોકશાહીવાદીઓને ચિંતા છે પણ અમરિકામાં સુપ્રિમ કોર્ટ સુપ્રિમ છે ! ભારતની સુપ્રિમ કોર્ટ પણ સત્તાધીશોના નિર્ણયો પલટાવવાની હિંમત દેખાડેલી છે જ ?!

અમેરિકાના પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને વર્ષ ૧૭૮૯ માં પ્રમુખ પદ સંભાળ્યા બાદ અમેરિકાને જોન એડમ્સ, થોમસ જેફરસન, જેમ્સ મેડિસન, જોન ટેઈલર, અબ્રાહમ લિંકન, થિયોડોર રૂઝવેલ્ટ, વુડ્રો વિલસન, જોન કેનેડી જેવા અનેક પ્રમુખો અમેરિકાને શક્તિશાળી રાષ્ટ્ર બનાવીને લોકશાહીનું નેતૃત્વ ફરતુ કર્યુ છે ! વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટયું પણ અમેરિકાની પ્રજાની એકતા ધર્માે વચ્ચે તુટી નથી ?!

તસ્વીર અમેરિકાની વ્હાઈટ હાઉસ અને અમેરિકન સુપ્રિમ કોર્ટની છે ! ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર ડોનાલ્ડ ટ્રમ્પની છે ! તો જમણી બાજુની તસ્વીર અમેરિકાની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી જોન્। જી. રોબટpસ ની છે ! જે રીતે અત્યારે ભારતમાં પરિસ્થિતિ છે કે નેતાઓ મનનું માનીને શાસન કરતા, કરતા કાયદો ઘડવામાં ભુલ કરે છે ! કોઈ અયોગ્ય નિર્ણયો કરે છે ! ત્યારે ભારતની સુપ્રિમ કોર્ટે નેતાઓના અનેક નિર્ણયો પર રોક લગાવવી પડી છે !

આવી જ સત્તા અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે ! જેને અદાલતી સમીક્ષાની સત્તા કહે છે ! અમેરિકાના બંધારણનું આ આગવું લક્ષણ છે ! માટે જ અમેરિકાની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જહોન માર્શલે તથા એલેકઝાંડર હેમિલ્ટને કહ્યું હતું કે, “અદાલતી સમીક્ષા બંધારણના આત્મા સાથે સુસંગત છે, તેમજ જે રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે તેના સંદર્ભમાં વિચારવાથી જણાય છે કે તેના સિવાય ચાલી શકે તેમ નથી”!! જયારે ન્યાયમૂર્તિ ફેકફર્ટરે કહ્યું હતું કે, “સર્વાેપરિ અદાલત એ બંધારણ છે”!!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો પર અમેરિકાના બંધારણનો અને અમેરિકાની સુપ્રિમ કોર્ટનો અંકુશ છે અને અમેરિકામાં ક્રિશ્ચિયન, હિન્દુ, મુસ્લીમ, શિખ, યહુદી પ્રજાઓ રહે છે અને અનેક ધર્મની પ્રજા રહે છે ! પણ અમેરિકામાં તેઓ “અમેરિકન તરીકે ઓળખાય છે”!! માટે અમેરિકામાં ધાર્મિક વિવાદો ભાગ્યે જ જોવા મળી શકે છે ! લગભગ હોતા જ નથી ! વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટયું પછી પણ અમેરિકામાં આંતરિક ઘર્ષણ થયું નથી !

એ જ અમેરિકન શાસકોની શાસન કરવાની ક્ષમતા, ઠરેલતા અને માનવતા છે ! અને પ્રજા અમેરિકન છે ! ધાર્મિક માનસિકતાથી લડતી નથી માટે ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી પણ પ્રજાની કોઠાસુઝ અને લોકશાહી સમજ અને અમેરિકન અદાલતોના ન્યાયાધીશોની નિડરતા અને બંધારણીય ફરજ બજાવવાની ઉત્સુકતા “અમેરિકા” ને એક રાખશે એમાં કોઈ શંકા નથી ?? !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “બ્રાહ્ય આક્રમણથી અમેરિકા કયારેય ધ્વસ્ત નહીં થાય, સિવાય કે આપણે લડખડાઈ પડીએ”!! અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, “બધા સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે, પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધાને સમાન હોવી જોઈએ”!! અમેરિકાનું વર્ષ ૧૭૮૭ માં બન્યુ અને વર્ષ ૧૭૮૯ માં અમલમાં આવેલું બંધારણ દસ્તાવેજી બંધારણ છે એટલે કે લિખિત બંધારણ છે !

અમેરિકાના સમવાય તંત્રમાં જોડાયેલા ૫૦ રાજયો છે ! તે રાજયોનું પણ આગવું પોતાનું બંધારણ છે ! અમેરિકામાં પ્રજા સર્વાેપરિ સત્તા ધરાવે છે ! પરંતુ અમેરિકામાં અદાલતી સમીક્ષાનો સ્વીકાર કરાયો હોવાથી અમેરિકાની સુપ્રિમ કોર્ટ એ સર્વાેચ્ચ સત્તા ધરાવે છે ! કોઈપણ કાયદો બંધારણીય છે કે, ગેરબંધારણીય એ દેશની સુપ્રિમ કોર્ટ નકકી કરી છે ! અમેરિકાને મળેલા અનેક પ્રતિભાશાળી અને આદર્શવાદી પ્રમુખોએ અમેરિકાને વિશ્વના લોકશાહી મૂલ્યોનું રક્ષણકર્તા તરીકે મહાસત્તાનું સ્થાન ધરાવે છે ! છતાં આજે અમેરિકાની લોકશાહી સામે અસમાનતા અને નિષ્પક્ષતાની ફીલસુફી સામે પડકારો ઉભા થયાનું મનાય છે ! છતાં લોકોએ દેશની સર્વાેચ્ચ અદાત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી !!

અમેરિકાના ૫૦ રાજયોની એકતાથી અમેરિકા ઉભુ છે અને વિશ્વનું મહસત્તા બન્યું છે ! વિશ્વની લોકશાહી, માનવ અધિકાર અને સમાનતાના સિધ્ધાંતોની રક્ષા કરતું આવ્યું છે ! અમેરિકન રાષ્ટ્રધ્વજ અમેરિકાની એકતાનું પ્રતિક છે ! અંતરઆત્માના અવાજ મુજબ કોઈપણ વ્યક્તિ ‘ધર્મ’ પાળી શકે છે ! રાજય હસ્તક્ષેપ કરતું નથી માટે અમેરિકામાં કયારેય ધર્મને નામે ‘સંઘર્ષ’ કે વાણી વિલાસ જોવા મળતો નથી !!

અમેરિકાના ૨૩ માં પ્રમુખ એડલાઈ ઈ. સ્ટીવને કહ્યું છે કે, “લોકશાહીને બચાવવા કોઈ સુપરમેન નહીં આવે એ બચશે નાના-નાના લોકોના પૂર્ણ સમર્પણથી એમની સારપની”!! અમેરિકામાં ૫૦ રાજયો છે ! તેમનું આાગવું બંધારણ પણ છે ! કેટલાક રાજયોમા બંધારણમા કહેવાયુંછે કે, “વ્યક્તિ પોતાના આત્માના અવાજ મુજબ ધર્મ પાળવાની જોગવાઈ કરાઈ છે”!!

તો કેટલાક રાજયનું બંધારણ કહે છે કે, “કોઈ ચોકકસ ધર્મ પાળવાની ફરજ ન પાડવી અથવા કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત ન દાખવવો”!! એટલું જ નહીં અમેરિકામાં સ્પષ્ટ કહેવાયું છે કે, “સમયવાય અને એકેય સરકારો કોઈપણ પ્રકારની ધર્મસંસ્થા (ચર્ચ) ને કે ધાર્મિક પ્રવૃત્તિઓને સહાય ન કરે કે પ્રોત્સાહન પણ ન આપે તે સ્વીકારવામાં આવ્યું છે”!!

અમેરિકામાં અલાબામા, અલાસ્કા, કેલીફોર્નિયા, ફલોરીડા, જયોર્જિયા, મેસેચુસેટ, વોશિંગ્ટન, ન્યુયોર્ક, ન્યુજર્સી જેવા ૫૦ રાજયો છે ! અમેરિકામાં પ્રથમ જયોર્જ વોશિંગ્ટન ૩૦ એપ્રિલ, ૧૭૮૯ માં પ્રથમ પ્રમુખ બન્યા ! ત્યારથી આજદિન સુધી અમેરિકામાં એકતા, અખંડિતતા અને માનવતા જળવાઈ રહી છે ! પણ ક્રિશ્ચિયનો, હિન્દુઓ, શિખો, મુસ્લિમો, યહુદીઓ સહિત અનેક ધર્માેની પ્રજા વચ્ચે હુલ્લડો થયા નથી !

વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટયું તો પણ અમેરિકામાં ધાર્મિક હિંસા ફાટી નીકળી નથી કે નેતાઓ “ધર્મ”નો જંડો લઈને નીકળી પડયા નથી ! આ અમેરિકાની લોકશાહીનું ગૌરવ છે ! અને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ૫૦ રાજયોની એકતાનું પ્રતિક છે !
અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો. બાઈડેન આજે અમેરિકન પ્રજાને એમ કેમ કહેવું પડયું કે, “અમેરિકા સમાજ માટે અતિ ધનિકોનું વર્ચસ્વ લોકશાહી માટે ખતરો છે”!! સ્વતંત્ર મિડીયા ખતમ થઈ રહ્યું છે !!

પોલેન્ડના પ્રમુખ લોચ વલેસા કહે છે કે, “સ્વતંત્રતા માટે ભલે કિંમત ચૂકવવી પડી હોય, વાસ્તવમાં એ અમૂલ્ય હોય છે, માટે મસ્તક હંમેશા ઉચું રાખો”!! અમેરિકાના વિદાય લેતા પ્રમુખે અમેરિકામાં વધતી જતી “અસમાનતા” અતિ ધનિકોનું વધતું જતું વર્ચસ્વ અને અમેરિકાના મિડીયા સ્વતંત્રતા સામે ખતરો હોવાની અમેરિકનોને ચેતવણી આપી છે ! આવી ચિંતા જો. બાઈડેનની અસ્થાને નથી ! કારણ કે અમેરિકામાં નેતૃત્વના ચારિત્ર્ય પર ચર્ચા શરૂ થઈ છે !

અમેરિકન અદાલતોએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ બનતા પૂર્વે પણ ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર ખોટો કેસ કરવા બદલ પાંચ લાખ અમેરિકન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો ! આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ તરીકે ચૂંટાયા પછી પણ ન્યુયોર્કની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જુઆન મર્ચે પોનસ્ટારને નાણાં ચૂકવવાના કેસમાં “હશ મની” કેસમાં દોષિત ઠરાવી જવા દીધા છે ?!

અને અમેરિકાનું શાસન એ જો મનના વિચારોથી ચલાવી ન શકાય ?! માટે આ બધું જોતાં જો. બાઈડેનની ચિંતા યથાર્થ છે ! વર્ષ ૧૭૮૯ માં અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન ચૂંટાયા ત્યારથી દરેક પ્રમુખો “અમેરિકાની પ્રતિષ્ઠા, પ્રતિભા, લોકશાહી માનવ અધિકાર, સ્વતંત્રતા, સમાનતા માવતા એકતાના આદર્શ પર શાસન કરતા આવ્યા છે”!! વર્ષ ૨૦૨૫ માં આ મૂલ્યો સામે જ પડકારો સર્જાયા છે ! એ જોતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે શાસન સંભાળ્યા પછી અમેરિકાનું શું થશે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.