ઈટાલીના પીએમ મેલોનીના ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા વખાણ

નવી દિલ્હી, ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.
ટેરિફ લાદવામાં આવ્યા પછી મેલોની અમેરિકાની મુલાકાત લેનારા અને ટ્રમ્પને મળનારા પ્રથમ યુરોપિયન નેતા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મેલોનીના દિલથી વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે,’દુનિયામાં તમારા જેવું કોઈ નથી. મને લાગે છે કે તે એક અદ્ભુત વડાંપ્રધાન છે અને ઇટાલીમાં ખૂબ જ સારું કામ કરી રહી છે.’
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે, ‘તેમણે કહ્યું કે જ્યોર્જિયા મેલોનીમાં અદ્ભુત પ્રતિભા છે. તેઓ વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાંના એક છે, તેમનું વ્યક્તિતવ પ્રભાવશાળી છે અને તેમના જેવું કોઈ નથી. અમારા સંબંધો ખૂબ સારા છે અને બંને દેશો એક થઈને આગળ વધી રહ્યા છે.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને એક મહાન પ્રડાંપ્રધાન ગણાવતા જણાવ્યું હતું કે, ‘તેમણે સમગ્ર યુરોપમાં હલચલ મચાવી દીધી છે. હું તેને શરૂઆતથી જ ઓળખું છું અને હંમેશા માનતો આવ્યો છું કે તેની પાસે અદ્ભુત પ્રતિભા છે.’
વ્હાઇટ હાઉસ ખાતે જ્યોર્જિયા મેલોની અને ટ્રમ્પે વેપાર, ટેરિફથી લઈને ઇમિગ્રેશન અને પશ્ચિમી રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. આ દરમિયાન મેલોનીએ કહ્યું કે, ‘ઇટાલિયન કંપનીઓ અમેરિકામાં ૧૦ અબજ યુરોનું રોકાણ કરશે અને ઇટાલી અમેરિકાથી ઊર્જા આયાત વધારશે.’
ઉલ્લેખનીય છે કે, મેલોની એકમાત્ર યુરોપિયન નેતા હતા જેમને ૨૦મી જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેલોની અને ટ્રમ્પ ઘણાં મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવે છે. ઇમિગ્રેશનથી લઈને દાણચોરી સુધીના મુદ્દાઓનો સામનો કરવાની વાત આવે તયારે બંને એકસરખું વિચારે છે.SS1MS