USAના ટ્રમ્પની વાત માનવા રશિયાના પ્રમુખ પુતિનનો નનૈયોઃ યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રહેશે

પુતિને ટ્રમ્પને યુક્રેન સાથે યુદ્ધ ચાલુ જ રહેશે તેવું સ્પષ્ટ જણાવ્યું
મોસ્કો, યુક્રેને રશિયા પર જ્યારથી સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, ત્યારબાદથી ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ વધારે વિસ્ફોટક બની ચુક્્યોછે. હવે આ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફોન લગાવ્યો હતો. આ ફોનકાલ પર જે વાત થઈ, તેનાથી મોટા સંકેત સામે આવ્યા છે. પુતિને સ્પષ્ટ કરી દીધું કે, યુક્રેન પર એટેક થશે, ડ્રોન હુમલાનો બદલો લેવામાં આવશે.
રશિયાના પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, વાતચીત સારી રહી, પરંતુ આ વાતચીત એવી નહતી જેનાથી શાંતિનો રસ્તો નીકળે. પુતિન તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, યુક્રેનના હુમલાનો જવાબ આપવામાં આવશે. પુતિન જવાબી કાર્યવાહી માટે ખૂબ અડગ છે અને તે આનાથી પીછેહઠ નહીં કરે.’
આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઈરાનની ન્યૂક્લિયર ડીલને લઈને પણ ચર્ચા થઈ છે. આ વિશે ટ્રમ્પે લખ્યું કે, પુતિન પણ આ વિશે વાતચીતમાં ભાગ લેશે અને કદાચ ઈરાન સાથે કોઈ નિષ્કર્ષ પણ નીકળી શકે છે. આ કરારને લઈને ઈરાન હજુ ધીમું છે. પરંતુ, અમને જલ્દી અને ઓછા સમયમાં એક યોગ્ય જવાબ જોઈએ છે.’
નોંધનીય છે કે, ટ્રમ્પ અને પુતિન વચ્ચે ગત મહિને ૧૯ મેના દિવસે પણ વાત કરી હતી, તે સમયે પણ યુદ્ધવિરામને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ, બાદમાં યુક્રેન દ્વારા કરાયેલા હુમલા બાદ બધું બદલાઈ ગયું અને વાતચીતનો રસ્તો પણ બંધ થઈ ગયો. મળતી માહિતી મુજબ, યુક્રેને આ ડ્રોન હુમલો ખૂબ ચાલાકીથી કર્યો હતો. તૈયારી દોઢ વર્ષ પહેલાથી જ શરૂ કરવામાં આવી હતી અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ખુદ તેના પર નજર રાખી રહ્યા હતા.