ડોનાલ્ડ ટ્રમ્પ એલોન મસ્ક સાથે લાઇવ ઇન્ટરવ્યુ પહેલાં એક્સ પર પાછા ફર્યા
વોશિંગ્ટન, ૫ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટિ્વટર) પર પાછા ફર્યા છે. એક્સના માલિક એલોન મસ્ક સાથે લાઇવ ઇન્ટરવ્યુ પહેલાં, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અભિયાનનો વીડિયો પોસ્ટ કર્યાે હતો.
મસ્કે જાહેરાત કરી હતી કે તે ૧૨ ઓગસ્ટના રોજ યુએસ સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાઈવ વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે આ વાતચીત અનસ્ક્રીપ્ટેડ હશે અને મુદ્દાઓ નક્કી કરવામાં આવશે નહીં, તેથી ટ્રમ્પ સાથેનું આ લાઈવ સત્ર મનોરંજક હોવાની અપેક્ષા રાખી શકાય છે.ટ્રમ્પ સાથેની તેમની વાતચીત પહેલા, એલોન મસ્કનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એક્સને હસ્તગત કર્યાના થોડા દિવસો બાદ જ એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ પરના પ્રતિબંધને હટાવવાની સૂચના આપી હતી, જેના પછી તેમનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
જો કે, ડોનાલ્ડે ખાસ કરીને લાંબા સમય પછી આ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું નથી. એક્સ પર ટ્રમ્પની છેલ્લી પોસ્ટ ૨૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ હતી.તમને જણાવી દઈએ કે ૨૦૨૧ માં યુએસ કેપિટોલ હિંસા પછી, ટ્રમ્પના ટિ્વટર એકાઉન્ટને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું,
જે હવે મસ્કના અધિગ્રહણ પછી ઠ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્›થ સોશિયલ નામનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું. ગયા વર્ષે એકાઉન્ટ પુનઃસ્થાપિત થયા પછી પણ, ટ્રમ્પ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલા સક્રિય ન હતા અને તેમની પોસ્ટ માટે ટ્›થ સોશિયલનો ઉપયોગ કર્યાે હતો. એકાઉન્ટનું સસ્પેન્શન હટાવ્યા બાદ ટ્રમ્પની પહેલી પોસ્ટ ઓન.SS1MS