રશિયા યુક્રેન યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

વોશિંગ્ટન, અમેરિકાની દરમિયાનગિરીથી થી છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધ વિરામની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ અંગે પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે.
આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી. જ્યારે પોતાના ટ્›થ સોશિયલ પર આ વાતચીત વિશે માહિતી આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે આ ખૂબ જ સારી વાતચીત હતી.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્›થ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “મેં હમણાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાકની વાતચીત પૂર્ણ કરી છે. મારું માનવું છે કે તે વાતચીત ખૂબ જ સારી રહી.
રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરશે અને વધુ અગત્યનું છે જે યુદ્ધનો અંત લાવશે. આ માટેની શરતો બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો દ્વારા નક્કી કરવામાં આવશે.
કારણ કે આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેમની પાસે વાતચીત વિશે એવી માહિતી હોય કે જેના વિશે બીજું કોઈ જાણતું ન હોય.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ વાતચીત સકારાત્મક હતી. તેમજ યુદ્ધ સમાપ્ત બાદ રશિયા અમેરિકા સાથે મોટા પાયે વેપાર કરવા માંગે છે અને હું તેની સાથે સંમત છું.
રશિયા માટે મોટી સંખ્યામાં રોજગારી અને સંપત્તિનું સર્જન કરવાની મોટી તક છે. જયારે યુક્રેન તેના દેશના પુનર્નિર્માણની પ્રક્રિયામાં વેપારનો મોટો લાભાર્થી બની શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત ટૂંક સમયમાં શરૂ થશે.આ સાથે ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથેના ફોન કોલ પછી તરત જ, મેં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ળાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ળેડરિક મેર્ઝ અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબને આ અંગે જાણ કરી.
ઉલ્લેખનીય છે જે, તુર્કીયેના ઇસ્તંબુલ શહેરમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આ સીધી વાટાઘાટોમાં ત્રણ વર્ષમાં પહેલી વાર રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો બે કલાકથી ઓછા સમય માટે બેઠક ચાલી હતી.
આ બેઠકમાં બંને પક્ષો તરફથી ૧,૦૦૦ યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા અને ચોથા વર્ષમાં પ્રવેશી રહેલી લડાઈને સમાપ્ત કરવા યુદ્ધવિરામ માટે પોતાના પ્રસ્તાવો તૈયાર કરવા સંમત થયા.SS1MS