Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા પર આપેલા નિવેદનથી ભારતના પ્રોફેશન્લસને ફાયદો થશે

ટ્રમ્પે કહ્યું, ‘હું ઈચ્છું છું કે સારૂં ભણેલા અને સક્ષમ લોકો આપણા દેશમાં આવે, હું તેમને રોકવા માંગતો નથી.’ ટ્રમ્પે કહ્યું, ‘હું માત્ર એન્જિનિયરોની વાત નથી કરી રહ્યો, દરેક સ્તરે સક્ષમ લોકો આવવું જોઈએ.’

વોશિંગ્ટન, અમેરિકામાં નોકરી કરવા ઈચ્છતા ભારતીયો અને અન્ય દેશોના સ્કીલ્ડ વર્કર માટે H-1B વિઝાને લઈને જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી ઘણી અટકળો ચાલી રહી છે. જોકે, ટેસ્લાના ફાઉન્ડર એલોન મસ્ક અને વિવેક રામાસ્વામી જેવા ટ્રમ્પ સમર્થકોએ H-1B વિઝાને સમર્થન આપ્યું છે.

જો કે, હવે ભારતીયોએ ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ખુશ થવું જોઈએ કારણ કે ટ્રમ્પે H-1B વિઝાને સમર્થન આપ્યું છે અને તેને ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. નોંધનીય છે કે H-1B વિઝાનો મહત્તમ લાભ લેનારા લોકોમાં ભારતીયોનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં, ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં ઓરેકલ સીટીઓ (Oracle CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના સીઇઓ (SoftBank CEO) માસાયોશી સોન અને ઓપન એઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન (OpenAI Sam Altman) સાથે સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે H-1B વિઝા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, ‘હું ઈચ્છું છું કે સારૂં ભણેલા સક્ષમ અને લાયકાત ધરાવતા લોકો આપણા દેશમાં આવે, હું તેમને રોકવા માંગતો નથી.’ ટ્રમ્પે કહ્યું, ‘હું માત્ર એન્જિનિયરોની વાત નથી કરી રહ્યો, દરેક સ્તરે સક્ષમ લોકો આવવું જોઈએ.’

ટ્રમ્પે કહ્યું, ‘હું H-1B વિઝા પ્રોગ્રામને સારી રીતે જાણું છું. હું આ પ્રોગ્રામનો ઉપયોગ કરું છું. વાઇન નિષ્ણાતો, વેઇટર્સ પણ, ઉચ્ચ ગુણવત્તાવાળા વેઇટર્સ, તમારે શ્રેષ્ઠ લોકો મળવા જોઈએ. તેથી આપણે ગુણવત્તાયુક્ત લોકોને લાવવા પડશે. આ સાથે અમે અમારા બિઝનેસને વિસ્તારી રહ્યા છીએ અને દરેકનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે તેઓ યુએસ પ્રમુખ તરીકેના તેમના બીજા કાર્યકાળના પ્રથમ પ્રવાસ પર શુક્રવારે લોસ એન્જલસ, નેવાડા અને ઉત્તર કેરોલિનાની મુલાકાત લેશે. ટ્રમ્પે આગથી તબાહ થયેલા લોસ એન્જલસને તમામ શક્ય મદદનું વચન આપ્યું હતું અને લોસ એન્જલસને પૂરતું ભંડોળ પૂરું પાડવાની વાત કરી હતી. ટ્રમ્પ નેવાડા પણ જશે અને ત્યાં તેમને જીત અપાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કરશે. નેવાડાને પરંપરાગત રીતે ડેમોક્રેટ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.