પુત્રના લગ્નમાં મળેલી તમામ રકમ આશ્રમને દાનમાં આપી
બોરડીટિંબા કંપાના પટેલ રાજુભાઇ નારણભાઇએ માનવતાનું કાર્ય કર્યું
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) આજકાલ લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલેલી છે,ત્યારે રાજુભાઈ નારણભાઈ પટેલે તેમના સુપુત્ર ચિ.તેજશ ના લગ્ન પ્રસંગે ચાંદલાની તમામ રકમ જય અંબે આશ્રમ બાયડમાં દાનમાં આપી ૧૮૧ બિનવારસી મનોદિવ્યાંગ બહેનો અને ૧૮ ભાઈઓના સુખાકારીમાં વધારો કરવાની પહેલ કરેલ છે .
આશ્રમના સેવાસાથી સ્ટાફગણ ચાંદલો લખવા માટે બોરડીટિંબા ગયા હતા. રાજુભાઇએ માનવતાનું કાર્ય કરી નિરાધાર આશ્રમવાસી બહેનોના આધાર બન્યા છે આ કાર્યમાં બોરડીટિંબાના દિલીપભાઈ પટેલ (શિક્ષકશ્રી જીતપુર હાઈસ્કુલ) અને વસંતભાઈ પટેલ રામસીકંપા (નિવૃત્ત પ્રિન્સિપાલ)એ માર્ગદર્શન પૂરું પાડી સેતુનું કાર્ય કર્યું હતું.
આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન,વિજયભાઈ પટેલ ,વિશાલભાઈ પટેલ,મુકેશભાઇ લુહાર અને જબ્બરસિંહ રાજપુરોહિતએ રાજુભાઈ પરિવારનો રદયથી આભાર માન્યો હતો.