મોટા વકીલનું નામ લેવાથી સુનાવણી સ્થગિત થશે તેવું ના માનશોઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક વકીલ દ્વારા કેસની સુનાવણી મુલતવી રાખવાની માંગણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. વકીલે બેન્ચને કહ્યું હતું કે, એક વરિષ્ઠ વકીલ સુનાવણીમાં જોડાવાના છે.
આના પર બેન્ચે વકીલને ઠપકો આપ્યો અને કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તમે કોઈ મોટા વકીલનું નામ લઈને કેસની સુનાવણી મુલતવી રાખશો, તો તમારી ધારણા ખોટી છે.જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે એક વ્યવસાયિક વિવાદના કેસની સુનાવણી કરી રહ્યા હતા.
આ દરમિયાન એક વકીલે કોર્ટને અપીલ કરી હતી કે સુનાવણી ચાર અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવે કારણ કે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કેસની વધુ સુનાવણી માટે જોડાવાના છે. વકીલે કહ્યું હતું કે સાલ્વે હાલમાં વિદેશમાં છે અને પરત ફરી સુનાવણીમાં હાજરી આપશે.
જેથી બેન્ચે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે વકીલોએ આ આદત છોડવી પડશે. જોકે, બાદમાં બેન્ચે અપીલ સ્વીકારીને કેસની સુનાવણી મુલતવી રાખી હતી.SS1MS