સોશિયલ મીડિયા પોસ્ટ પરથી વ્યક્તિ વિષે અભિપ્રાય ન બાંધોઃ મૌની રોય
મુંબઈ, મૌની રોય સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી હોય છે. સામાન્ય રીતે ઈવેન્ટ્સ અને વેકેશનના ફોટોગ્રાફ્સ શેર કરતી મૌનીએ માર્મિક અર્થ ધરાવતો મેસેજ શેર કર્યો છે.
મૌનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ સેર કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈપણ વ્યક્તિ વિષે અભિપ્રાય નહીં બાંધવા સલાહ આપી હતી.
મૌનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયાથી આપણે કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કે સંબંધ વગર અભિપ્રાય લઈએ છીએ. લોકો જે શેર કરવાનું પસંદ કરે છે, તેના આધારે આપણે તેમને જાણીએ છીએ. આ દૃષ્ટિકોણ એક તરફી અને મર્યાદિત છે.
વ્યક્તિત્વના લાખો સ્તર હોય છે અને પોસ્ટમાં તેની સાચી ઝલક ક્યારેય જોવા મળતી નથી. મૌનીને સામાન્ય રીતે વિવાદથી દૂર રહેવાનું ગમે છે. તેથી તેણે કોઈ વ્યક્તિ વિષે ટિપ્પણી કરી હોય તેવું લાગતું નથી. ઈન્ટરનેટ યુઝર્સનું માનવું છે કે, મૌનીએ આગામી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા ૨નું પ્રમોશન શરૂ કરી દીધું છે.
આ ફિલ્મમાં વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પાંગરતા સંબંધો અને તેની જટિલતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મની કાસ્ટમાં પરિતોષ તિવારી, અભિનવ સિંઘ, બોનિતા રાજપુરોહિત, સ્વસ્તિકા મુખરજી, તુષાર કપૂર, અનુ મલિક અને ઉર્ફી જાવેદનો સમાવેશ થાય છે.
ફિલ્મનું ટીઝર તાજેતરમાં શેર થયું હતું, જેમાં ઈન્ટરનેટ યુગની ત્રણ અલગ-અલગ સ્ટોરી જોવા મળી હતી. ફિલ્મમાં ટેકનોલોજીની સાથે પ્રેમ, દગો અને તેની અસર અંગે વાત કરવામાં આવી છે. એકતા કપૂરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થઈ છે.SS1MS