તમારી સમક્ષ ઉભા થતાં પ્રશ્નોથી ભાગવુ નહીં
પ્રશ્નોના જવાબ આપતી વખતે લીડરે કોને એન્ટરટેઈન કરવા અને કાને ન કરવા??
અક લીડરેે અન્ય લ ોકો સાથે ક્યા પ્રકારનુૃ વર્તન કરવું જાેઈએ એ વિશે મહાભારતના શાંતિપર્વમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ છે. એ તમામ મુદ્દામાં કઈ રીતે બોલવુ અને કઈ રીતે વર્તવુ એ વિશે વિશેષ વાતો રજુ કરાઈ છે.
કારણ કે લીડરની મહતા તેની વાણી અને તેના વર્તન પરથી નકકી થતી હોય છે. એવા સબંધેે લીડર પાલસે સ્કિલ્સે સારી હોય અથવા તેની પાસે અત્યંત સારા પ્રમાણમાં રિસોર્સિસ હોય છતાંયે તે લીડર તરીકે સ્વીકૃત નથી થઈ શકતા. અથવા સ્વીકૃત થાય તો તેને પ્રચંડ સફળતા નથી મળતી.
વાણી અને વર્તન બાબતે ભીષ્મેે યુધિષ્ઠીરને જે અનેક સલાહો આપી છે એમાંની બે સલાહ છે કશુૃ પણ બોલતા પહેલાં બે વાર વિચાર કરવાની સલાહ અને કોઈપણ કઈ પણ પૂછે તો તેના સવાલ ને ટાળવો નહી.
આ બે સલાહમાં પહેલી સલાહ તો સમજી શકાય એવી છે. જેણે સફળ લીડર થવુ છે તેમણેે જ નહી, પરંતુ જેમણે પણ તેમના જીવનમાં કોઈ માથાકૂટો નથી વહોરવી એ બધાયનેે માટે પણ વિચાર્યા વિના ન બોલવાની સલાહ લાખેણી છે. આખરે આપણી મોટાભાગની ઉપાધિ આપણા બે-લગામ બોલવાથીઅથવા તો યોગ્ય કોમ્યુનિકેશન્સના અભાવે સર્જાતી હોય છે.
પરંતુ કોઈપણ લીડર, આંત્રપ્રિન્યોર કે ઓફિસર માટે તો યોગ્ય સમયે, યોગ્ય રીતે, બોલવુ એ તેની લીડરશીપનુૃ એક અત્યંત મહત્ત્વનું બની જતુ હોય છે. તેમણે બોલતી વખતે એટલે પણધ્યાન રાખવાનું થાય છે કે તેમણે બોલતી વખતે એટલે પણ ધ્યાન રાખવાનુૃ થાય છે કે તેમની દરેક વાતોને અથવા શબ્દોનેેેે અનેક સંદભમાં જાેવામાં કે મુલવવામાં આવે છે. એવા સમયે પોતે જ બોલે છે એ વાત અથવા શબ્દો ક્યારે અથવા કયા સંદર્ભમાં લેવામાં આવશે એ વિશે લીડરે વિચાર કરીને જ બોલવુ જરૂરી બની જાય છે.
એમાંય હવે તો સોશ્યલ મીડીયાના જમાનામાં દરેક વાતો આર્કાઈવ્ઝમાં સંગ્રહાયેલી હોય છે. એવા સમયેે એક સમયે તમે એમ કહો કે તમે આદર્શોને કારણે ગુટકાની એડ નથી કરતા અને તમારા વિધાનને કારણે તમે લોકોમાં બહુ મોટા આદર્શવાદીની વાહવાહી લઈ લ્યો અને પછી વર્ષો બાદ ગુટકાનની કંપની સાથે એડ કરો ત્યારે તમારા માથેેેે માછલા ન ધોવાય તો જ નવાઈ અને માછલા ધોવાવાનીે વાત તો ઠીક તમારી આબરૂના પણ લીરા ઉડી જાય છે.
જનુૃ કારણ એક લીડર તરીકે અથવા તો જાણીતા વ્યક્તિત્વ તરીકે તમારી વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભો થઈ જાય છે. એના કરતા જે બાબતો આપણા વ્યક્તિત્વને સાથે કે આપણા આદર્શો સાથે મેળ નથી ખાતી એ વાતો બોલો જ નહી તો!! શુૃ ગુટકાની એડ બીજા નથી કરતા?? કરે જ છે ને?? પણ માછલા એના માથે જ ધોવાય છે. જેણે બોલવામાં ભાન રાખ્યુ નથી.
ભીષ્મની બોલવામાં ધ્યાન રાખવની કે બે વાહ વિચાર કરવાની વાત આવા કિસ્સામાં લાગુ પડે છે. જયાં લોકો માત્રને માત્ર બડાશ જ હાંકવા કે પોતાની જાતને મહાન સિધ્ધ કરવાના પ્રયત્નોના ભાગરૂપેે કારણ વિનાનું લવલવ (બોલબોલ) કરે છે. કારણ કે આ બાબત સત્ય નથી.
અથવા તો બાબત ખોટ રીતે રજુ કરાઈ છે એ બાબત પાછળથી ભયાનક સ્વરૂપ ધારણ કરે જ છે અને તેનાથી લીડર અત્યંત મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો બીજી સલાહ છે કોઈને પણ જવાબ આપતી વખતે સંકોચ ન કરવો. હવે આ સલાહ બાબતે તેમ પણ પેટા પ્રશ્ન ઉઠી શકે છે કે કોઈને પણ જવાબ આપતી વખતે સંકોચ ન કરવો. એટલે કે કંઈ બધાને હાલતા ને ચાલતા જવાબો આપતા ફરવાનું!!
અને લોકો ખોટા ઈરાદાથી જ સવાલો પૂછપૂછ કરીને આપણને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય તો?? વાત બિલકુલ સાચી છે. આપણે ત્યાં એક મોટો વર્ગ એવો છે કે જેમણે પોતે કંઈ કરવુ નથી, પણ ગામ આખાયે શુ કરવુ એની સલાહ આપતા રહેવુ હોય છે.
અને આનુ આમ કેમ? અને પેલાનું તેમ કેેમ?? જેવા સવાલો કરતા રહેવુૃ હોય છે. એટલે એ બધાને કઈ એન્ટરટેઈન ન કરવાના હોય, નહીંતર આવા લોકો સમય અન ઉર્જા તો બગાડે જ છે, પરંતુ એવા લબાડો લફડરના વિઝનનેે પણ કરપ્ટ કરે છે.
પરંતુ તોય લીડર કે ઓફિસર કે આંત્રપ્રિન્યોરશીપની સામેે એવા અનેક સંજાેગો સર્જાતા હોય છે જ્યારે તેની સમક્ષ કેટલાંક પ્રશ્નોઆવીને ઉભા રહેતા હોય છે. એ પ્રશ્નોને ફેસ કરવામાં લીડરની અગ્નિપરીક્ષા થતી હોય છે. કારણ કે જાે લીડર તેની સમક્ષ ઉભા થયેલા પ્રશ્નને ટાળે છે અથવા તેનાથી ભાચગવાનો પ્રયત્ન કરે છે
ત્યારે તેની આબરૂ અને ક્યારેક પદ પર પણ પ્રશ્નો ઉભા થવા માંડે છે. અલબત્ત, અમુક પ્રશ્નોને ફેસ કરવા એ કંઈ ખાવાના ખેલ નથી હોતા. અત્યંત કપરૂ કામ હોય છે એ. પરંતુ તોયેે સમયાંત્તરે પૂછાતા કે સર્જાતા કે ઉભા કરતા પ્રશ્નોનેે લીડર કે ઓફિસર તેને આકરૂ પડતુ હોવા છતાં ફેસ કરવા રહ્યા.
લીડર આવુ કરશે ત્યારે કેટલાંક એવા લોકો પણ ઠાર થશે, જે લોકો ઈરાદાપૂર્વક કૃત્રિમ પ્રશ્નો ઉભા કરતા હશે. આખરે લીડરે એ પ્રશ્નોની સાથેોસાથએ લોકોને પણ ફસ તો કરવાના આવશે જ. તો પહેલાં જ આવા લોકોને ફસ કરી કેમ ન લેવા? જેથી કેટલાંક નપાવટોને ઉગતા જ ડામી શકાય. અલબત્ત, લીડરે આ બાબતે એ ધ્યાને તો રાખવાનું જ છે કે પ્રશ્નોના જવાબ આપતી વખતે લીડર કોને એન્ટરટેઈન કરવા અને કોને ન કરવા??