મોબાઈલમાં સમય ન બગાડો-એક વધારાનો દિવસ તમારા માટે વધારાની અનેક તકો લઈને આવે છે
વધારાના સમયનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે
ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે દિવસમાં એક કલાક વધારે મળી જાય તો હું આમ કરી નાખું. તેમ કરી દઉં, મારું આ બાકીનું કામ પતાવી દઉં, કોઈ લાંબા સમયથી અધૂરી રહેલી કામગીરી પૂરી કરી દઉં વગેરે. આ વર્ષે તો કુદરતી રીતે જ બધા માટે એક કલાક નહિ પણ એક આખો દિવસ વધારે મળી રહ્યા છે, હા ૨૦૨૪ લિવ વર્ષ છે અને આ જ ફેબ્રુઆરી મહિનામાં આપણને ૨૯ દિવસો એટલે કે સામાન્ય કરતાં એક વધારે દિવસ મળી રહ્યો છે.
હા, એક દિવસ એટલે કે વધારાના ૨૪ કલાકનું મહત્વ તો ઘણું છે ચાલો હવે કહો અને પ્લાન કરો કે આ એક વધારાના દિવસમાં આપણે શું કરી શકીએ? હા, કોઈ ઘણઆ વખતથી બાકી કામ પણ કરી શકીએ અને જો તમે સમયસર ચાલતા હોવ તો તમારે માટે આ એક વધારાનો દિવસ વધુ કામ કરવાની તક આપશે કે વધારાનો દિવસ વધુ કામ કરવાની તક આપશે કે એક વધારાની રજા પણ થઈ શકે, શું કરવું તે તમારી પસંદગી છે.
એક વિચારધારા અનુસાર આ એક વધારા દિવસને સ્ટ્રેટેજી ડે – નવી વ્યૂહરચના ઘડવાના દિવસ તરીકે જોઈએ તો એ દિવસે ચોક્કસ આયોજનપૂર્વક સહુપ્રથમ સવારે દરેક ડિપાર્ટમેન્ટ સ્તરે વ્યૂહરચના ઘડવાની મિટિંગ રાખી શકાય અને ત્યાર બાદ બધાના સૂચનો એકત્રિત કરીને સાંજે કંપની સ્તરે દરેક ડિપાર્ટમેન્ટના મેનેજરને સાથે રાખીને એક ઉચ્ચસ્તરીય મિટિંગ રાખીને આખા દિવસમાં થયેલી વાતોનો સાર એકત્ર કરી શકાય.
રોજિંદી મિટિંગમાં તો નિયમિત વિષયો પર ચર્ચા તો થતી જ હોય છે. પરંતુ આ તો એક વધારાનો દિવસ છે તો ત્યારે થતી વ્યૂહરચનાનો મિટિંગમાં પણ વધારાની, નવીન અને ભવિષ્યલક્ષી બબાતો પર જ ચર્ચા થાય તે જરૂરી છે અને પરિણામસ્વરૂપે અહીંથી આગળ જવાની એક ચોક્કસ કાર્યનીતિ બનશે અને વર્તમાન પ્રવાહો સાથે રહેવા આપણે શું ફેરફાર કરવાની જરૂર છે તે બાબતો પણ ઉભરી આવશે. મિટિંગની કાર્યસૂચિ પણ નવીન રીતે બનાવીને અને તેનું આયોજન પણ નિયમિત રીતે થતી બોર્ડ રૂમની મિટિંગ કરતાં જુદી રીતે કોઈક બહારના સ્થળે જો કરવામાં આવે તો સાચે જ આ એક વધારાના દિવસની મિટિંગ ઘણઆ વધારાના પરિણામલક્ષી સૂચનો તારવી લાવશે.
આ મિટિંગના આગોતરા આયોજનના ભાગરૂપે નીચેથી લઈને ઉપરના સ્તર સુધીના દરેક કર્મચારી અને ડિપાર્ટમેન્ટને કહેવામાં આવે કે આજે જે વ્યક્તિ અને ડિપાર્ટમેન્ટને કહેવામાં આવે કે આજે જે વ્યક્તિ અને ડિપાર્ટમેન્ટ સહુથી જુદું અને નવું વધારાનું સૂચન કે વ્યૂહરચના લાવશે તેની ચોક્કસ નોંધ લઈને તેમને સન્માનિત પણ કરવામાં આવશે.
અને સાથે સાથે આ નવા સૂચનો કે વાતો બહાર લાવવા માટેનું વાતાવરણ પણ પુરું પાડવું જોઈશે અને અસરકારક રીતે આ પ્રક્રિયા આ દિવસે થઈ તોએક વાત નક્કી છે કે દિવસને અંતે મેનેજમેન્ટ પાસે ધ્યાનમાં લેવા માટે ઘણા બધા નવા વિચારો હશે. આ પ્રક્રિયા સુચારુ રીતે પાર પાડશે તો દરેક કર્મચારી કે જેને આમ પોતાના સૂચનો આપ્યા છે તે દરેકને ગર્વની લાગણી થશે અને દરેક માટે કંપની એક સમાવેશી વ્યૂહરચના બનાવે છે તેવી અનુભૂતિ થશે.
બીજી બાજુ જોઈએ તો માર્કેટિંગ કે વેચાણની દ્રષ્ટિએ એક વધારાનો અને તે પણ એક વિશેષ દિવસ તો આ દિવસે કંપની માટે વધુ વેચાણ કરવાની ઘણી તકો રહેલી છે. ફકત્ એક વધુ દિવસ છે અને તેથી એક દિવસનું વેચાણ વધુ થશે એવું નહિ પરંતુ આ એક વિશેષ દિવસ છે તો આ દિવસ એવું તો શું અનોખું કરીએ કે જેથી વેચાણ તો વધે જ અને સાથએ સાથે કંપનીનું બ્રાન્ડિંગ પણ મજબૂત થાય?
મોટા ભાગે આ દિવસોમાં વળતર એટલે કે ડિસ્કાઉન્ટ સેલ તો ચાલુ જ હોય છે તેમાં ફક્ત એક દિવસ પૂરતું વધારાનું ૨૯ ટકાનું ડિસ્કાઉન્ટ આપીને વધુ વેચાણ કરી શાકય. ઘણી કંપની તો ખાસ લીપ ડે માટે બનાવેલા ઉત્પાદનોની શ્રેણી રજૂ કરે છે. જો સોશિયલ મીડિયામાં તેના વિષે જાહેરાતો કરીને એક માહોલ બનાવવામાં આવે તો તેની એક ચોક્કસ માંગ ઉભી થશે અને તમારું તેની સામે વેચાણ.
તેનાથી વધુ આગળ વિચારીએ તો જેમનો જન્મદિવસ ૨૯ ફેબ્રુઆરીએ આવે છે એટલે કે ચાર વર્ષમાં એક વાર આવે છે તેમના માટે વિશેષ ઉપહાર કે ખાસ ડિઝાઈન કરેલા ઉત્પાદનોની શ્રેણી પણ રજૂ કરી શકાય કે જે તમારા વેચાણમાં એક વધારાનો આંકડો ઉમેરી શકશે. ટૂંકમાં તેઓ સ્પેશિયલ છે તમારે તમારા ઉત્પાદનો કે સેવાઓ દ્વરા તેમને વધુ વિશેષ હોવાની અનુભૂતિ કરાવવાની છે અને બદલામાં તમારા વેચાણમાં વૃદ્ધિ અને બ્રાન્ડિંગને મજબૂત કરવાના છે.
જો તમે એક રેસ્ટોરન્ટ કે હોટેલ ચલાવો છો તો તેમના માટે ઉજવણીના વિશેષ પ્લાન રજૂ કરી શકો.જેની વર્ષગાંઠ છે તેમને ફ્રી એન્ટ્રી કે ફ્રી ફૂડની ઓફર આપી શકો અને તેમના મહેમાનો માટે વિશેષ ડિસ્કાઉન્ટ પ્લાન રજૂ કરી શકો જેનાથી તમને તે દિવસે ચોક્કસ બુકિંગ મળશે અને તેઓને પોતે પોતાના વિશેષ દિવસે તમારા તરફથી મળેલી ખાસ ડિઝાઈન કરેલી પાર્ટી ખાસ યાદ રહેશે
અને તેમના બાકીના પ્રસંગો માટે પણ તમે જ તેમની પહેલી પંદગી બની જશો. જેમની વર્ષગાંઠ આ દિવસે નથી પરંતુ જેઓ પોતાના મિત્રો કે પરિવાર સાથે આ એક વિશેષ દિવસને યાદગાર બનાવવા માંગે છે તેમના માટે પણ તમે એક મજાની લીપ ડે પાર્ટી કે ડિનરનું આયોજન કરી શકો છો.બીજ બાજુ જેઓ પોતે ફક્ત પોતાના પ્રિયજન કે કુટુંબીજનો કે મિત્રોસાથે આ પ્રકારની સાંજ ગાળવા ઈચ્છે છે તો તેમના માટે પણ એક જુદું આગોતરું આયોજન કરીને તેમનો લીપ ડે યાદગાર બનાવી શકો. આમ એક વધારાનો દિવસ તમારા માટે વધારાની અનેક તકો લઈને આવે છે.
આ દિવસે ફક્ત રોજિંદી ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ રાખો તો ગત વર્ષ કરતાં એક દિવસનું વેચાણ વધશએ અને બીજી બાજુ તેને સંબંધિત ખર્ચ પણ વધશે અને એક દિવસનો નફો વધશએ. બીજું કંઈ પણ વિશેષ આયોજન કાર્ય વિના પણ આ એક વધુ દિવસના તમારા આંકડાઓને અસર તો કરશે જ તો કેમ તેનું એક વધુ સારું આગોતરું આયોજન કરીને આ વિશેષ દિવસનો વધુ ફાયદો ના લઈએ! હવે એવું ના કહેતા એક દિવસમાં શું થાય! કારણ કે પહેલા આપણે જ કહેતા હતા કે જો એક વધારે દિવસ મળે તો…