યશોદા માતાનું પાત્ર ભજવવાનું કલાકાર તરીકે ઊંડાણથી પરિપૂર્ણ લાગે છેઃ નેહા જોશી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/05/NehaJoshi-1024x1290.jpg)
દર્શક તરીકે આપણે બધા જ એન્ડટીવી પર દૂસરી મામાં યશોદા (નેહા જોશી) Doosri Maa Yashoda Neha Joshi અને કૃષ્ણા (આયુધ ભાનુશાલી-Ayush Bhanushali) વચ્ચેના માતા- પુત્રના સંબંધના પાત્રની ભજવણીથી મંત્રમુગ્ધ છે. તેમનું બંધન પડદા પાછળ પણ તેમના પ્રેમ અને કાળજીથી ભરચક અતૂટ સંબંધ વિશે તેમના વિચારમાંથી પ્રગટ થાય છે. મધર્સ ડે આવી રહ્યો હોઈ અમે પડદા પરનું વ્યક્તિત્વ, કૃષ્ણા સાથે સંબંધ અને તેમના અસલ જીવનના સંબંધની ગૂંચ વિશે નેહા જોશી સાથે ખૂબ વાતો કરીઃ
1. ટેલિવિઝનની અન્ય માતાઓ કરતાં યશોદાનું પાત્ર અજોડ કઈ રીતે છે?
યશોદાના પાત્રએ દર્શકો સાથે સુમેળ સાધ્યો છે અને મારે કબૂલ કરવું જોઈએ કે આ ભૂમિકા પડકારજનક છે. પાત્રમાં અસલપણું લાવવાનું જરૂરી હોય છે અને તેની સાથે સંકળાયેલી ભાવનાઓને ન્યાય આપવો જોઈએ. જોકે તે સાથે આ ઊંડાણથી પરિપૂર્ણ લાગણી પણ છે. માતૃત્વના પ્રેમ અને વહાલની કોઈ સીમા હોતી નથી.
જોકે ખાસ કરીને બાળક તમારા પતિના અનૈતિક સંબંધમાંથી જન્મ્યું હોય તો પરિસ્થિતિ ગૂંચભરી બની શકે છે. ટેલિવિઝનના પડદા પર ઘણી બધી મજબૂત માતાઓ ભજવવામાં આવી રહી છે ત્યારે યશોદાના પાત્રને પતિના ભૂતકાળને કઈ રીતે સંભાળી લેવો અને કૃષ્ણા માટે પરિવાર અને સમાજ સામે કઈ રીતે ઊભા રહેવું અને તેની માતૃત્વની લાગણીઓ વચ્ચે સંતુલન કઈ રીતે જાળવવું તે અલગ તારવે છે. તેની સાથે છેતરપિંડી થઈ છે તે ઠેસ માતૃત્વની થીમમાં તેને અજોડ બનાવે છે.
2. યશોદા માતૃત્વની જવાબદારીઓ કઈ રીતે પાર પાડી રહી છે?
યશોદા જીવનના પડકારો થકી તેના બાળક માટે મજબૂત ટેકો દર્શાવે છે. બાળક માટે તેનો પ્રેમ લોહીના સંબંધોની પાર જાય છે અને તેના પુત્ર કૃષ્ણાનું રક્ષણ કરવા માટે સર્વ મુસીબતો સામે તે લડે છે. યશોદા મજબૂત, વહાલી માતા છે અને પોતાના ત્રણ સંતાન કૃષ્ણા (આયુધ ભાનુશાલી), આસ્થા (અદ્વિકા શર્મા) અને નુપૂર (અન્યા ગલવાન)ની સુરક્ષા
અને સુખાકારીની ખાતરી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. યશોદા તેના બધા બાળકને સમાન અને નિષ્પક્ષ ગણે છે અને તેમની અંદર સારાં મૂલ્યોની કેળવણી કરે છે અને પરિવારને એકત્ર રાખે છે. તે સ્વતંત્ર, મજબૂત ઈચ્છાશક્ત ધરાવતી મહિલા છે, જેના બાળક તેની દુનિયા છે, જે તેને અનન્ય માતા બનાવે છે.
3. તું પડદા પર આયુધ ભાનુશાલી સાથે બીજી વાર માતાની ભૂમિકા ભજવી રહી છે. તમારી વચ્ચે કેવું જોડાણ છે?
આયુધ પડદાની પાછળ પણ મને આઈ (માતા) તરીકે બોલાવે છે. અમે પહેલી વાર શોમાં એકત્ર આવ્યા ત્યારથી અમારી વચ્ચે નિકટતા સધાઈ અને સમય સાથે સંબંધ વધુ મજબૂત બન્યા છે. અમારું જોડાણ કલાકારની પણ પાર છે. ઊંડાણથી આ અસલ પ્રેમ છે. હું તેની બહુ કાળજી રાખું છું અને તેને માટે શ્રેષ્ઠતમ જ ઈચ્છું છું. શૂટમાં અમે એકત્ર હોઈએ ત્યારે બધું આપોઆપ થાળે પડે છે. અમે મનની વાત સમજી લઈએ છીએ, જેને લીધે અમારું અતૂટ જોડાણ વધુ મજબૂત બન્યું છે. મારે માટે આ સૌથી દુર્લભ અને અમૂલ્ય છે.
4. આ વર્ષે તમે મધર્સ ડેની ઉજવણી કઈ રીતે કરી?
અમે છેલ્લા નવ મહિનાથી ઝી સ્ટુડિયો ખાત જયપુરમાં અમારા શો માટે શૂટ કરી રહ્યા છીએ, પરંતુ આ શહેરની મુલાકાત લેવાનો મોકો મળ્યો નહોતો. હવે મધર્સ ડે નજીક છે ત્યારે અમે જયપુરનો છૂપો ખજાનો જોવા નીકળી પડ્યાં. આલ્બર્ટ હોલ મ્યુઝિયમનો પ્રાચીન હોલથી લઈને ધમધમતી બાપુબજાર સુધી, પરંતુ અમારો સૌપ્રથમ સ્ટોપ મ્યુઝિયમ ખાતે હતો, જ્યાં મેં આયુધને ઘોડેસવારી કરાવીને તેને સરપ્રાઈઝ આપ્યું હતું.
તે ખાવાનો બહુ શોખીન છે, જેથી અમે અમુક રાજસ્થાનની વિખ્યાત વાનગીઓ માણી, જેમ કે, મોઢામાંથી પાણી લાવી દેનાર ગોલગપ્પા અને ક્રિસ્પી ખિચિયા પાપડ. જોકે અમારા દિવસની હાઈલાઈટ નિઃશંક રીતે મેલા ઝૂલા હતી, જ્યાં અમે આકાશમાં ઝૂલ્યા અને ખૂબ હસ્યાં. એક પળ મને બાળપણના દિવસો યાદ આવી ગયાં
અને તે ખરેખર ચમત્કારી અનુભવ હતો. આ સાહસ, હાસ્ય અને પ્રેમનો દિવસ મને સદા યાદ રહેશે. અમે મને અને પેટ ભરીને ઘરે પાછા જતા હતા ત્યારે આયુધ સાથે આ અમૂલ્ય સમય વિતાવવો મળ્યો તે બદલ આભારવશ લાગણી જન્મી.