વિકાસની રાજનિતીનો દાખલો ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારે બેસાડયો : ભુપેન્દ્રભાઈ પટેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Bhupendrapatel.jpg)
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ, વન બંધુઓ સહિત તમામ વર્ગના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જ સાબિત કરે છે કે આજે પણ તેમને વિકાસપુરૂષ એવા પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ પર અટૂત વિશ્વાસ છે.
નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનો પર્યાય છે. તેમના નેતૃત્વમાં પાછલા બે દાયકામાં આદિવાસી સમાજના વિકાસની દિશા ગુજરાતને મળી છે.
વિકાસ શું હોય અને વિકાસ કેવો હોઇ શકે તે આજે સૌને નરેન્દ્રભાઇએ બતાવ્યું છે. વિકાસની રાજનીતીનો દાખલો ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારે બેસાડયો છે. આજે પણ ગુજરાતની જનતાને ભરોસાની ભાજપ સરકાર પર વિશ્વાસ છે. ભાજપની સરકારે ટ્રાયબલ ડેવલોપમેન્ટ માટે આગવું મોડલ દેશને આપ્યું છે.
એક સમય હતો કે આદિવાસીઓને મરઘા,બતક અને માછલીની જાળની લોન લેવા ચપલ ઘસાઇ જતા હતા. એક લાખ કરોડની વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાતા વન બંધુ વિશ્વ બંધુ બન્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની ડબલ એન્જિનની સરકારે વનવાસી વિસ્તારોમાં કનેકટીવીટી વિકસાવી છે. આદિવાસીઓને પાકા મકાન આપ્યા, પાણી વિજળીની સુવિધા પણ આપી છે.
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં 14 જિલ્લામાં 15 હજાર ચેકડેમ,ચાર હજાર તળાવ ઊંડા કરવા અને હાઇલેવલ કેનલના વિકાસના વ્યાપક કામો ભાજપની સરકારે કર્યા છે. અદ્યતન ટેકનોલોજી સાથે સિંચાઇની યોજનાઓ લાવી ખેડૂતોને સિંચાઇનું પુરતુ પાણી પહોંચાડ્યુ છે. ગુજરાતની વિકાસ યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આગળ લઇ જવાની છે.
મોદીનો નવ યુવાનોને સંદેશ -પીએમ મોદીએ નવ યુવા મતદારો જે પહેલી વાર મત ચૂંટણીમાં મતદાન કરશે તેમને સંદેશો આપતા જણાવ્યું કે, જયારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશનું નેતૃત્વ તમારા હાથમાં હશે. આવનાર ચૂંટણીમાં કમળની તાકાત સૌ સાથે મળી વધારી ગુજરાતને નવી ઉંચાઇ પર લઇ જવાનું છે.