રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. જાે દિવસ દરમિયાન સૂકા પવન ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે અને સૂકા પવનની અસર સ્કિન પર થઈ રહી છે.
છેલ્લા ૪૮ કલાકથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજાે. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા જ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડીગ્રીનો વધારો થશે, પરંતુ લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટી જશે. જેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે.
શિયાળાની શરૂઆતની લોકો રાહ જાેઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે.
ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં અનુભવાય છે. જાેકે, આજે નલિયામા લઘુતમ તાપમાન ૧૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે અને મહત્તમ તાપમાન ૩૫.૬ ડીગ્રી નોંધાયું હતું. જૂનાગઢ અને અમરેલીનું લઘુતમ તાપમાન ૧૭.૭ ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન ૨૦.૧ નોંધાયું છે.
જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૮ ડીગ્રી નોંધાયું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જાેકે, છેલ્લા ૪૮ કલાકથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજાે. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.