ચૂંટણી કમિશ્નર પસંદ કરવા ત્રણ જણાની પેનલમાંથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસનું નામ કાઢી નાંખતા શંકાનો માહોલ પ્રવર્તે છે”!!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની બાદબાકી કઈ પારદર્શકતા છે ?!-લોકસભાની ચૂંટણી જીતવા એન.ડી.એ. (NDA) અને ઈન્ડિયા (INDI-Alliance) ગઠબંધનની ગેરન્ટીઓના વ્યુહાત્મક ચક્રવ્યુહ વચ્ચે સુપ્રિમ કોર્ટનો ન્યાયધર્મ લોકોની દિવાદાંડી બની શકશે ?!
તસ્વીર ડાબી બાજુથી ભારતના ચૂંટણી કમીશ્નરશ્રીની ઓફિસની છે !! ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી રાજીવકુમારની છે !! દેશની ચૂંટણી કમિશ્નરશ્રીની કચેરીમાં બનતી ઘટનાઓ ચિંતાજનક છે.
તેની વચ્ચે “સબ સલામત”ની વાત કરી ઈ.વી.એમ. મશીનો સુરક્ષિત વ્યવસ્થિત વ્યવસ્થા હોવાનો મત શાયરાના અંદાજમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી રાજીવકુમારે અભિવ્યક્ત કર્યાે છે !! ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અમેરિકા, બ્રિટન, જાપાન, સ્વીટ્ર્ઝલેન્ડમાં ઈ.વી.એમ. મશીન વપરાય છે ?! આટલા મોટા પ્રગતિશીલ દેશો કેમ નથી વાપરતા તેનો ખુલાસો લેવા ભારતના ચૂંટણી કમિશ્નર શ્રી રાજીવકુમારે શું પ્રયત્નો કર્યા છે ?!
ત્યારે બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! ભારતની સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારને આદર્શ ચૂંટણી કમિશ્નર પસંદ કરવા માટે ત્રણ જણાની પેનલ બનાવવાનું માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, “ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ માટેની પેનલમાં (૧) ભારતના વડાપ્રધાન, (ર) વિરોધપક્ષના નેતા અને (૩) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની પેનલ રાખવા કહ્યું હતું
કેન્દ્ર સરકારે ચીફ ઈલેકશન કમિશ્નર એન્ડ અધર ઈલેકશન કમિશ્નર્સને એપોઈન્ટમેન્ટ કંડીશન ઓફ સર્વિસ એન્ડ ટર્મ ઓફ ઓફિસ બીલ, ૨૦૨૩ અનુસાર પેનલમાંથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસશ્રીનું નામ કાઢી નાંખતા ભારે શંકાનો માહોલ પ્રવર્તે છે”!! અને રાજકીય પક્ષો “ઈ.વી.એમ.”પર શંકા ઉઠાવે છે !! તેવા સમયે કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિનો કાયદો સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે !!
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના, જસ્ટીસ શ્રી દિપાંકર દત્ત અને જસ્ટીસશ્રી જયોર્જ મસિહની ખંડપીઠે સરકારનો જવાબ માંગ્યો છે કે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાનું નામ પેનલમાંથી કેમ કમી કર્યુ ?! હવે જોવાનું એ રહે છે !! ભારતની લોકશાહી કેટલી સુરક્ષિત છે ?! અને વકીલોએ વિચારવું જોઈએ ભારતની આઝાદી, માનવ અધિકાર અને લોકશાહીના હિતમાં શું છે ?! વકીલના વ્યવસાયનું રાજકીયકરણનું કઈ આ પરિણામ તો નથી ને ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ કરવાની ગેરેન્ટી આપે છે !! રાહુલ ગાંધીએ મહિલાઓની ચિંતા નેસ્તનાબૂદ કરવાની ગેરેન્ટી આપે છે !! દેશની સુપ્રિમ કોર્ટ લોકશાહીની રખેવાળીની ગેરેન્ટી આપે છે ! લોકોને કઈ ગેરેન્ટી પર વધુ ભરોસો છે ?!
સુપ્રિમ કોર્ટના બી. વી. નાગરત્ના અને જસ્ટીસ શ્રી કે. એસ. જોસેફે કહ્યું છે કે, “ભારતે તેણે જેવી ઈચ્છા કરી હતી તેવો દેશ બનવું હશે તો તો તેણે તેના સાચા મૂલ્યો અને ચારિત્ર્ય પર પાછા આવવું પડશે”!! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસશ્રી ભ્રષ્ટાચારથી સમાજ પર અનેક રીતે નકારાત્મક અસરો પડે છે” !!
ભારતમાં લોકોની સાંપ્રદાયિક ધર્માે પર આસ્થા અદ્દભૂત છે !! “જયશ્રીરામ” કહેશે ! પોતાના “આરાધ્ય દેવ”ની ઉપાસના કરશે !! ભ્રષ્ટાચાર વિરૂધ્ધ આક્રોશ વ્યક્ત કરશે પરંતુ ભ્રષ્ટાચારી, પ્રપંચી અને પાખંડી શાસકોને પછી એ કોઈપણ રાજકીય પક્ષોના હોય તેને રાજકારણમાંથી હાંકી કાઢવા “મતદાન” નહીં કરે ?!
ભારતની ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, “હું લોકોને વચન આપું છું કે, કોઈ ભ્રષ્ટ વ્યક્તિ છટકી શકશે નહીં ?!”
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને સરસ કહ્યું છે કે, “જેનાથી લોકોની નિતિમત્તા, વિવેકબુÂધ્ધ, સાહસ પ્રિયતા અને ઉદ્યોગ પરાયણતા વધે એવું શિક્ષણ વધારે ને વધારે પ્રમાણમાં મળે એ વધુ મહત્વનું છે”!! ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ભ્રષ્ટાચારીઓ સામે ઉગ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું છે કે, “મની લોન્ડરીંગ” કેસમાં તેલંગણાના નેતા કે. કવિતાની ધરપકડની થઈ કારણ કે, બી.આર.એસ. એ બીજી કટ્ટર ભ્રષ્ટ પક્ષો સાથે ભાગીદારી કરી હતી અને પછી વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું
કે, “કોઈપણ ભ્રષ્ટ વ્યક્તિને છોડવામાં આવશે નહીં”!! શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, “હું લોકોને વચન આપું છું કે, કોઈ ભ્રષ્ટ વ્યક્તિ છટકી શકશે નહીં”!! પ્રજાના આર્શિવાદની જરૂર છે !!
લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ અગ્રણી શ્રી રાહુલ ગાંધીએ મહિલા મતદારો માટે દરેક ગરીબ મહિલાઓને વાર્ષિક રૂ. ૧ લાખ આપવાની અને નોકરીઓમાં ૫૦% મહિલાઓને નોકરીમાં અનામત આપવાનું વચન આપી પાંચ ગેરેન્ટી જાહેર કરી ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “લોકોનો અંકુશ હોય તો જ સરકાર સારી રીતે ચાલી શકે”!! લોકશાહી રાજય વ્યવસ્થામાં વિપક્ષનો અવાજ બુલંદ અને સન્માનનીય હોવા જરૂરી છે અને આને માટે મજબુત વિરોધ પક્ષોએ એક થઈને ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય પક્ષ છે તેણે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ “ભારત જોડો ન્યાય યાત્રા” કરીને મહિલા મતોને પોતાની તરફેણ વાળા કોંગ્રેસે પાંચ ગેરેન્ટી જાહેર કરી છે
જેમાં દરેક ગરીબ પરિવારની મહિલાઓને વર્ષ રૂ. ૧ લાખ કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો આપશે !! ૫૦ ટકા મહિલાઓને સરકારી નોકરીમાં અનામત આપશે !! આશાવર્કરોના મહેનતાણામાં આશાવર્કરોનું યોગદાન બમણું કરાશે !! સાવિત્રબાઈ રહેવા માટે હોસ્ટેલની ગેરેન્ટી આપી છે !! તથા કાયદાકીય જાગૃતતા લાવવા મૈત્રી અધિકારી નિયુકત કરશે સાથે વિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન “ભયમુકત શાસન”ની ગેરેન્ટી આપી છે ત્યારે લોકોને એન.ડી.એ.ની ગેરેન્ટી પસંદ પડે છે કે, પછી ઈન્ડિયા ગઠબંધનની ગેરેન્ટી પસંદ પડે છે ?! એ જોવાનું રહે છે !!
રાજકીય ગેરેન્ટીઓ ‘સત્તા પર’ આવવા માટે છે પરંતુ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ દ્વારા અપાતી ગેરેન્ટી એ ‘નિષ્પક્ષ, સ્વતાંત્ર્ય અને સમાન ન્યાયની ‘બંધારણીય ગેરેન્ટી’ છે ! જે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ કાર્યરત ન્યાયાધીશોની છે ! પ્રજાએ ચિંતન કરવાની જરૂર છે”!!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને સરસ અને અદ્દભૂત કહ્યું છે કે, “અપરાધી ભાગી છૂટે એના કરતા વધુ ખતરનાક તો એ છે કે યોગ્ય કાયદાના ઘડતર વિના તેને સજા કરવી”!! જયારે અમેરિકાની સુપ્રિમ કોર્ટના ૧૪ માં મુખ્ય ન્યાયાધીશ અર્લવોરને સુંદર કહ્યું છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!! ભારતની સુપ્રીમ કોર્ટમાં ૧૯૪૯ માં દેશનું બંધારણ અÂસ્તત્વમાં આવ્યું
ત્યારથી આજદિન સુધી ૨૦૨૪ માં દેશની”અદાલતોની કર્મભૂમિકા” નિષ્પક્ષ,સ્વતંત્ર અને “નૈતિકતાસભર” રહી છે !! ભારતની સુપ્રિમ કોર્ટ હંમેશા બંધારણની ગરિમા જાળવી છે !! લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોની રખેવાળી કરી છે માટે વિશ્વમાં ભારતની પ્રતિભા ઉંચી છે !! પોલીસ પોતાની સક્ષમતાની મર્યાદાને લઈને એફ.આઈ.આર. બનાવે છે તો કયારેક પૂર્વગ્રહ અને દુરાગ્રહથી સરકારોને ખુશ કરવા પોલીસ કેસો બનાવે છે
પછી ઈ.ડી. હોય કે સી.બી.આઈ. હોય પણ દેશની સર્વાેચ્ચ અદાલતના ન્યાયાધીશોની ભૂમિકા પર લોકોને આજે પણ વિશ્વાસ છે !! આને લઈને ભારતમાં કયારેય હિંસક ક્રાંતિ થઈ નથી !! જે ન્યાયતંત્રને આભારી છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ તેમને જીવનમાં માનવ સમાજને સંદેશો આપતા શું કહ્યું છે ?! વકીલો સમાજને દિશા આપનારા છે એ ગંભીરતાથી વિચારશે ?!
ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ સમયાંતરે માનવ સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ સંદેશો આપતા અદ્દભૂત માર્ગદર્શન આપતા રહ્યા છે !! ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ કહ્યું છે કે, “માનવ સમાજને વધુ સર્વ સમાવેશી, નિષ્પક્ષ અને ન્યાયી બનાવવા ગુજરાતની દરેક વ્યક્તિ પોતાનો સહયોગ આપે”!!
દરેક સમાજ તરીકે આપણે સૌએ આવનારી પેઢી માટે દુનિયાને એક શ્રેષ્ઠ સ્થળ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ !! જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ સમગ્ર માનવજાતની બનેલી દુનિયાનું વિચાર્યુ !! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સંજય કિશન કૌલે પણ માનવ સમાજને યથાર્થ સંદેશો આપતા કહ્યું હતું કે, “હું હંમેશા માનતો આવ્યો છું કે જજો સરકારશ્રીના ફંડ કલેકટર નથી જજોએ નિડર રહેવું જોઈએ !!
બંધારણના રક્ષકો જ નિડર ના હોય તો બીજા પાસેથી શું અપેક્ષા રરાખી શકીએ ?!” ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, “હોર્સ ટ્રેડીંગ લોકશાહી માટે જોખમરૂપ છે જે દેશહિતમાં નથી એ કહે એ ન્યાયાધીશ જે દેશના બંધારણ અને લોકશાહીને સુરક્ષા કવચ પુરૂ પાડે છે એ ન્યાયાધીશ”!! આ “સત્ય” ભારતીય વકીલો ગંભીરતાથી લેશે તો જ ન્યાયતંત્ર સુરક્ષિત રહેશે !!
પોલીસ ગફલત કરે છે, ખોટા કેસો બનાવે છે તો ન્યાયતંત્ર રક્ષણ આપે છે ?! દેશમાં કથિત નોકરશાહીના ભ્રષ્ટાચાર સામે ન્યાયતંત્ર રક્ષણ આપે છે ?! પ્રદુષણ ફેલાય છે તો ન્યાયતંત્ર સૂઓમોટો પગલા લે છે ?! ઈ.ડી., સી.બી.આઈ. કે કોઈપણ સરકારી ખાતાના અધિકારી કેસ બનાવે છે તો ન્યાયતંત્ર સત્ય શોધી પ્રજાને ન્યાય આપે છે ?!
પુલ તૂટે છે, હોડી ડુબે છે લોકો મરે છે તો ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવે છે ?! તો પછી પાંચ વર્ષ માટે ભારતની સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિશ્રીઓને દેશનું પ્રધાનમંડળ રચવાનો કાયદો કરી ફકત તેમને ચૂંટણી લડવા દો તો કદાચ રાજકીય પક્ષો હટી જાય તો દેશનું ન્યાયતંત્ર સુધરશે –
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.