Western Times News

Gujarati News

DPS ઈસ્ટની માન્યતા રદ થતાં સ્કુલ બંધ કરાઈ

અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે પણ ધરણા પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. બેઠકોનો દોર પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાલીઓના આક્રોશ વચ્ચે શિક્ષણમંત્રી ચુડાસમાએ એક બે દિવસમાં જ નિકાલ લાવવાની ખાતરી આપી છે. નિત્યાનંદ વિવાદ બાદ દિલ્હી પબ્લીક સ્કૂલ (ડીપીએસ)ની એનઓસી અને એફિલીએશનને લઈને સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. એટલું જ નહી, ડીપીએસ સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે. વાલીઓ ઉત્તમનગર ગાર્ડન મળીને જિલ્લા શિક્ષણાધિકારી (ડીઇઓ) ઓફિસે પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ ચાલુ રાખવાની લેખિત ખાતરી આપવામાં આવશે તો જ સંકુલ છોડવાની માંગ કરી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓના આજના સૂત્રોચ્ચાર-ધરણાંના વિરોધદર્શક કાર્યક્રમોને લઇ વિવાદ વધુ ગરમાયો હતો. વાલીઓમાં ભારોભાર આક્રોશ પ્રવર્તતો હતો કે, ડીપીએસ સ્કૂલના સત્તાધીશોના પાપનો ભોગ શા માટે નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓ બને. મેનેજમેન્ટની ભૂલ હોય તો મેનેજમેન્ટ જેલમાં જાય પરંતુ સરકાર સમગ્ર મામલે દરમ્યાનગીરી કરી ન્યાય અપાવે. બીજીબાજુ, ડીપીએસ વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હૈયાધારણ આપતાં જણાવ્યું કે, એકાદ-બે દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાનો સરકાર પ્રયાસ કરશે.

જા કે, ડીપીએસનું એફિલીએશન સીબીએસઇ બોર્ડ સાથે છે, ગુજરાત બોર્ડ સાથે નહી તેથી સરકાર તેની મર્યાદામાં રહીને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. ડીપીએસ સ્કૂલ ચાલુ કરવાની માંગ સાથે આજે વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્તમનગર ગાર્ડન એકત્ર થઇને જિલ્લા શિક્ષણાધિકારી (ડીઇઓ) ઓફિસે પહોંચ્યા હતા. વાલીઓએ માંગ કરી હતી કે સ્કૂલ ચાલુ રાખવાની લેખિત બાંહેધરી આપવામાં તો જ સંકુલ છોડશે. વાલીઓએ જણાવ્યું કે, અન્ય સ્કૂલોએ ડીપીએસના સ્ટુડન્ટને પ્રવેશ નહીં આપે તેવા બોર્ડ લગાવી દીધા છે. જેથી અન્ય સ્કૂલોમાં બાળકોને પ્રવેશ ન મળતો હોવાથી જ્યાં સુધી સ્કૂલ ચાલુ નહીં કરવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ પરિસર નહીં છોડે તેમ જણાવ્યું હતું.


સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરી જાણ કરાઈ છે અને કહેવાયું છે કે, વ્હાલા વાલીઓ, તમને જાણ કરવામાં આવે છે કે અમને હમણાં જ એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ધોરણ ૧ થી ૮ની પરમીશનને ડીઇઓ ઓફિસ દ્વારા માન્યતા રદ્દ કરાઈ છે. સ્કૂલને આગળની નોટિસ ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે. વાલીઓ વિરોધ વાલીઓનું ગ્રુપ ઉત્તમ નગર ગાર્ડન મણીનગર ખાતે એકઠા થયા હતા અને એકસંપ થઇ બધા ડીઇઓ કચેરી પહોંચ્યા હતા.

વાલીઓએ રોષ ઠાલવ્યો હતો કે, અમને સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. ધોરણ ૧થી ૮ની માન્યતા રદ થઈ ગઈ છે. અમારા બાળકોનું ભાવી અધ્ધરતાલ છે. અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં પીઆઇએલ કરીશું. આવતી કાલે શહેરની તમામ સ્કૂલો બંધ કરાવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમ્યાન ડીપીએસ વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હૈયાધારણ આપતાં જણાવ્યું કે, એકાદ-બે દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાનો સરકાર પ્રયાસ કરશે. જા કે, ડીપીએસનું એફિલીએશન સીબીએસઇ બોર્ડ સાથે છે, ગુજરાત બોર્ડ સાથે નહી તેથી સરકાર તેની મર્યાદામાં રહીને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.