ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ડો. જગદીશ ભાવસારની નિમણૂંક કરાઈ
અમદાવાદ, ગુજરાત રાજયના શિક્ષણ જગત સાથે ૧૯૮૩ના કોલેજકાળથી વિવિધ ભૂમિકાઓ સાથે કાર્યરત શિક્ષણવિદ્ ડો. જગદીશ ભાવસારની ગુજરાત રાજયના રાજયપાલએ તાજેતરમાં ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મેમ્બર તરીકે નિમણુંક કરી છે.
ડો.જગદીશ ભાવસાર ગુજરાત યુનિવર્સીટીની સેનેટના ર૪ વર્ષ સભ્ય રહ્યા છે. ૧ર વર્ષ સિન્ડીકેટના સભ્ય રહ્યા છે. પં.શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટી, ટીચર્સ યુનિવર્સીટીની વિવિધ વહીવટીય સમિતિમાં સભ્ય રહ્યા છે. ગુજરાત યુનિવર્સીટીના ત્રણ વર્ષ ઉપકુલપતિ અને દોઢ મહિનો ઈન્ચાર્જ કુલપતિ રહ્યા છે.
ગુજરાત યુનિવર્સીટીના એકેડેમિક કાઉન્સિલ સહિતની વિવિધ સમિતિઓમાં સક્રિય યોગદાન આપતા રહ્યા છે. ગુજરાત યુનિવર્સીટી એચ.કે. સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનીંગના ૧૭ વર્ષથી માનદ સંયોજક છે. ગુજરાત યુનિવર્સીટી વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રના નિયામક તરીકે કાર્યરત છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ૧૦ વર્ષ વાઈસ ચેરમેન અને પ વર્ષ ચેરમેન રહ્યા છે. નવોદય વિદ્યાલય સમિતિના ૩ વર્ષ મેમ્બર રહ્યા છે. ગુજરાત રાજય આર્થિક અને સામાજિક વિકાસ નિગમના ડીરેકટર રહ્યા છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મેમ્બર અને વિવિધ સમિતિઓના મેમ્બર રહ્યા છે.
પાઠયપુસ્તક મંડળ અભ્યાસક્રમ ઘડતર અને પરામર્શન- સુધારણામાં કાર્યરત રહ્યા છે. વ્યવસાયે આજપર્યેત જાેધપુરની કામેશ્વર વિદ્યાલયમાં હાયર સેકન્ડરીમાં વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષય ભણાવી રહ્યા છે.