વિશ્વ સાક્ષરતા દિને અંગૂઠામુક્ત પરિવાર બનાવવાં બાળકો-યુવાનોને ડો.જગદીશ ભાવસારની અપીલ
શાહપુરમાં સન્માન મહોત્સવ ઉજવાયો
અમદાવાદ, શાહપુર યુવક મંડળના ઉપક્રમે આજે ભાવસાર હોલ શાહપુર ખાતે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કે.જી.થી ધો.૧૨ના ૪૬૦ છાત્ર-છાત્રાઓને શૈક્ષણિક સામગ્રી ઈનામરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે વિશિષ્ટ પ્રતિભાઓના સન્માન સાથે સન્માન મહોત્સવ સતત ૩૨મા વર્ષે યોજાયો હતો.
આ સમારંભના અધ્યક્ષસ્થાનેથી બોલતા ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિ ડો.જગદીશ ભાવસારે બાળકો અને યુવાનોને પોતાના માતા-પિતાના જીવનમાંથી અક્ષરજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાં, અંગૂઠો મારીને સહિ કરતા હોય તો તે સ્થાને પોતાનુ નામ લખતા શિખવાડવાના આજના વિશ્વ સાક્ષરતા દિવસે સંકલ્પ લઈ સાર્થક કરવા અપીલ કરી હતી. વ્યસનમુક્ત પરિવાર-શિક્ષિત પરિવાર બનાવવા ્નુરોધ કર્યાે હતો.
ધારાસભ્ય કૌશિક જૈને બાળકોને વધુને વધુ મહેનત કરી સારા પરિણામને પ્રાપ્ત કરવાં માટે અપીલ કરી હતી. નીરાશ ન થતા પ્રયાસને જીવનમાં સ્થાન આપવા જણાવ્યું હતું સીલ્વર ઓક યુનિવર્સિટીના યુવાન ઊપાધ્યક્ષ જનકભાઈ ખાંડવાલાએ વધુને વધુ પરિશ્રમ કરીને કોટ વિસ્તારનું નામ રોશન કરવાં અનુરોધ કર્યાે હતો. બાર કાઉÂન્સલના પૂર્વ ચેરમેન ભરત ભગતે મંડળના ૩૨ વર્ષથી સતત ચાલી રહેલા જ્ઞાન ઉપાસનાના કાર્યને બિરદાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં એડવોકેટ આર.આર.શાહ, એચ.આર.શાહ, શિક્ષણને સમર્પિત કૃપા ભાવસાર, શાહપુરની અસ્મિતા પુસ્તકના લેખક પ્રમોદભાઈ શાહ, ભરત ચાવળા સહિતના પ્રતિભાવાન વ્યક્તિઓનું સન્માન બાળકો સાથે કરાયું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ શુક્લ, સુનિલ ભાવસાર, બુધાભાઈ ભાવસાર, દીનેશ ભાવસાર, ભરત પ્રજાપતિ, કલ્પેશ જોષી, ડો.અશ્વિન ભાવસાર, પીન્ટુ ભાવસાર, મનોજ રાઠોડ, આશિષ ભાવસાર, રાજેશ ભાવસાર, નીલેશ ભાવસાર, મુકેશ પંચાલ, શૈલેષ ભાવસાર, હીતેન ભાવસાર, બળવંત ભાવસાર સહિત કાર્યકરો જોડાયાં હતાં.